rainy sky

Gujarat rain forecast alert: રાજ્યમાં હજી અતિ ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે, વાંચો શું કહે છે હવામાન વિભાગની આગાહી?

Gujarat rain forecast alert: 19 અને 20 જુલાઈનો રોજ ગુજરાતમાં વરસાદનુ વધુ જોર જોવા મળશે

અમદાવાદ, 18 જુલાઇઃ Gujarat rain forecast alert: ગુજરાતમાં વરસાદનો બીજો દોર જોવા મળશે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. અતિ ભારે વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળશે. 19 અને 20 જુલાઈનો રોજ ગુજરાતમાં વરસાદનુ વધુ જોર જોવા મળશે. 

હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 22 તારીખથી વરસાદનું જોર વધશે.

22 એ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ વચ્ચે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. હવામાન ખાતાના અપડેટ અનુસાર, અત્યાર સુધી ગુજરાતમાં 255.7 જેટલો વરસાદ હોવો જોઈએ, જેની જગ્યા એ 443 mm વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ Death due to mobile addiction: માતાએ ‘મોબાઇલ મૂકી કામમાં મદદ કર’ કહેતાં દીકરીએ લગાડ્યુ ખોટુ અને એસિડ પી જિંદગી ટૂંકાવી

રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૧૮ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૫.૯૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૭૫,૦૮૭ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૨.૪૧ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૨,૩૨૫ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૫.૯૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યમાં ૨૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૨ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૩૦ જળાશયો (સરદાર સરોવર સહિત)માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૪ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકાની વચ્ચે, ૬૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૨૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, જ્યારે ૧૭ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૨ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Vedant broke the national junior record in freestyle: વેદાંત માધવને બનાવ્યો નવો રેકોર્ડ, સ્વીમિંગમાં તોડ્યો નેશનલ રેકોર્ડ- પિતાએ સોશિયલ પર ગર્વ વ્યક્ત કર્યો

Gujarati banner 01