Monsoon 1

Gujarat Rain Update: ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

Gujarat Rain Update: છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ, બારડોલીમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ

અમદાવાદ, 28 જૂનઃ Gujarat Rain Update: ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને દક્ષિણ ગુજરાત સહિત મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધારે સુરતના બારડોલીમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગે આગામી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં 126 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં બારડોલીમાં સૌથી વધુ છ ઇંચ વરસાદ થયો છે, જ્યારે અન્ય તાલુકાની વાત કરીએ તો 14 તાલુકામાં 3 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 24 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. 42 તાલુકા એવા હતા જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો.

બીજી તરફ હવામાન વિભાગે હજી વરસાદનો જોર યથાવત રહેવાની વાત કરી રાજ્યમાં વધુ ચાર દિવસ વરસાદ રહેવાની આગાહી કરી છે. જેમા રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ વિશે વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવા અંગે આજે નિર્ણય લઈ શકાય છે. 

અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં સરેરાશ 15 ટકા કરતા વધુ વરસાદ પડ્યો. સૌથી વધુ કચ્છ ઝોનમાં 69.47 ટકા વરસાદ થયું છે. ઉત્તર ગુજરાતમાં પડ્યો 20.93 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશ 21.73 ટકા, મધ્ય ગુજરાતમાં 9.72 ટકા અને  દક્ષિણ ગુજરાતમાં સૌથી ઓછો 6.50 ટકા વરસાદ થયો છે.

આ પણ વાંચો… Sonam Kapoor invitation from UK PM: સોનમ કપૂરને મળ્યું યુકેના પીએમ ઋષિ સુનકનું આમંત્રણ, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો