exam for job

Exam For Govt job: સરકારી નોકરીની ઇચ્છા છે તો સરકારે 5554 જગ્યાઓ માટેની પરીક્ષાની તારીખ કરી જાહેર- વાંચો વિગત

Exam For Govt job: એપ્રિલ મહિનાની એક તારીખથી પરીક્ષા શરૂ થશે. 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે.

ગાંધીનગર, 02 માર્ચઃ Exam For Govt job: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરીની ભરતીની 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી પરીક્ષા શરુ થશે. તેમજ 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે.

આ પણ વાંચોઃ Anant- Radhika Pre widding: અનંત રાધિકાનો પ્રિ વેડિંગ વીડિયો આવ્યો સામે, ઈન્ટરનેશનલ સ્ટાર અને બોલિવૂડ સેલિબ્રિટીએ જમાવ્યો રંગ- જુઓ વીડિયો

જે અંતર્ગત પ્રથમ તબક્કાની પ્રાથમિક ટેસ્ટ હવે યોજાશે. એપ્રિલ મહિનાની એક તારીખથી પરીક્ષા શરૂ થશે. 20 દિવસ સુધી પરીક્ષા ચાલશે. પ્રથમ તબક્કાની સ્ક્રિનિંગ ટેસ્ટ એક એપ્રિલથી શરૂ થઈ 8 મેના રોજ પુરી થશે. રોજના 75 પેપર્સ નીકળશે, રોજ 4 શિફ્ટમાં પેપર લેવાશે, એક કલાકની પરીક્ષા રહેશે, MCQ બેઝ પરીક્ષા રહેશે, દરેક પ્રશ્નના ચાર વિકલ્પ આપવામાં આવશે. સાચા વિકલ્પ માટે 1 માર્ક મળશે. જો વિકલ્પ ખોટો પડશે તો 0.25 નેગેટિવ માર્કિંગ કપાશે.

જો પ્રશ્ન છોડી દેવામાં આવશે તો નેગેટિવ માર્કિંગ નહિ ગણાય. આ સ્ક્રીનીંગ પરીક્ષા રહેશે. ગ્રુપ એ અને ગ્રૂપ બી બન્નેના સાતગણા ઉમેદવાર પાસ કરવામાં આવશે. જેની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. ગ્રુપએમાં 1926 જગ્યાની ભરતી માટે તેમજ ગ્રુપ બી 3628 જગ્યા માટે અને કુલ 5554 જગ્યા માટે આ પરીક્ષા યોજાશે.

આ પણ વાંચોઃ Gujarat Rains Update: ગુજરાતના આ વિસ્તારોમાં મોડી રાત્રે પડ્યો કમોસમી વરસાદ….

ગ્રુપ એ અને બીની મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર ઓક્ટોબરમાં યોજાશે. ઓગષ્ટ મહિનામાં પહેલા તબબક્કાની પરીક્ષાઓ પૂર્ણ થશે. 21 માર્ચથી ઓનલાઈન કોલ લેટર મેળવી શકાશે. પરીક્ષાના એક કલાક પહેલા સુધી કોલ લેટર મેળવી શકાશે. કોલ લેટરમાં જણાવેલ એક – એક સૂચના ઉમેદવારે વાંચવાની રહેશે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો