Aravali.jpg

Aravali: જીલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા “જળ અને સ્વચ્છતા એકમ” સમીતિની બેઠક યોજાઇ- વાંચો વિગત

Aravali: અરવલ્લી જીલ્લાના ૬૭૫ ગામોમાંથી ૨૮૪ ગામોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાયા, જીલ્લામાં ૧,૧૮,૮૪૭ ઘરોમાંથી ૮૯,૦૫૪ ઘરોને નળ કનેકશન અપાયા

અહેવાલઃ રાકેશ ઓડ

અરવલ્લી, 11 ઓગષ્ટઃAravali: રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રજાને શુદ્ધ પાણી મળી રહે તે સારૂ થઈને સરકાર દ્વારા “નલ સે જલ યોજના”નું અમલી કરણ કરાયું. જેમાં છેવાડાના માનવી સુધી પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરાઈ છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે કલેકટર નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં જીલ્લા જળ અને સ્વચ્છતા સમીતિની બેઠક યોજાઇ હતી.

આ પણ વાંચોઃ Gujarat ratan gauvrav award: ગુજરાતના 28 રત્નોને “ગુજરાત રત્ન ગૌરવ એવોર્ડ” દ્વારા સન્માનિત કરવામાં આવ્યો- વાંચો કોણ કોણ છે સામેલ?
અરવલ્લી જીલ્લાના બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ તથા મોડાસાના ૧૦૦ ટકા ઘરજોડાણ થયેલ ૬૭૫ ગામોમાંથી ૨૮૪ ગામોના ૨,૯૦,૭૭૮ ઘરોમાંથી ૮૯,૦૫૪ ઘરોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાયા. જીલ્લામાં નળ કનેક્શન હેઠળ ૧,૧૮,૮૪૭ ઘરોમાં નળ કનેક્શન હયાત છે તથા ૮૨,૮૭૭ ઘરોમાં નળ કનેક્શન બાકી રહેલ છે. આ યોજના હેઠળ ૨૫૯ ગામોના ૪૩,૩૭૧ કામો પ્રગતિમાં છે

જીલ્લાના ટેન્ડર હેઠળના ૩૯ ગામોના ૬૮૧૭ ઘરોને ઘરજોડાણ માટે મંજૂરી મળેલ છે. અત્યાર સુધીમાં ૩૭ ગામોના ૯૮૫૨ ઓનલાઈન ટેન્ડર કરેલ છે. મંજુર થયેલ યોજનાની ટેન્ડર હેઠળ ૨૯ ગામના ૧૨,૭૮૭ ઘર જોડાણ બાકી રહેલ છે.

આ પણ વાંચોઃ GST Collection: નાણાં મંત્રાલયે કહ્યું- પ્રથમ ત્રિમાસિકમાં GST કલેક્શન 1.67 લાખ કરોડ રહ્યું, તે 2021-22 માટે અનુમાનિત આંકડાનો 26.6% ભાગ
“નલ સે જલ યોજના” અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ૮૨,૮૭૭ ઘરોને ઘરજોડાણ હેઠળ આવરી લેવાનું આયોજન હાથ ધરાયું. બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી શ્વેતા તેવટિયા, પાણી પુરવઠાના અધિકારી, નિયામક ગ્રામ વિકાસ એજન્સી વિભાગનાના અધિકારી સહિત સંબધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp Join Banner Guj