Gujart ex DGP case: ગુજરાતના પૂર્વ ડીજીપીને બદનામ કરવાના ખેલમાં એક નેતા અને બે પત્રકારો સામેલ…

Gujart ex DGP case: પૂર્વ DGP ને બદનામ કરવા માટે પત્રકારે 5 લાખ રૂપિયા લીધા હતા

અમદાવાદ, 13 ફેબ્રુઆરી: Gujart ex DGP case: ગુજરાતના નિવૃત આઈપીએસને બદનામ કરવાનું ષડયંત્ર કરવાનો મામલો સામે આવ્યો છે. મહિલા પર દુષ્કર્મનો ખોટો આરોપ મુકૂ એફીડેવિટ વાયરલ કરવા મામલે બે કથિત પત્રકાર અને ભાજપ નેતા સહીત 5ની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જેની સ્પષ્ટતા એટીએસ દ્વારા પ્રેસ મીડિયા સમક્ષ કરવામાં આવી હતી

આ પાંચમાંથી એક ભાજપના નેતા હોવાની પણ વિગતો પ્રાપ્ત થઈ રહી છે. એક મહિલાના સહારે તોડ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. મહિલા સાથે દુષ્કર્મ કર્યાનું ખોટું સોગંદનામું કરાયું હોવાની વાત સામે આવી છે. બે ઉચ્ચ અધિકારીઓને ફસાવવાનું આ કાવતરું રચાયું હતું. એફીડેવિટમાં પણ છેડછાડ કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આરોપીઓ સામે ખંડણી સહીતના ગુનાઓ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે. 

એટીએસ એસપી સુનીલ જોષીએ પ્રેસ કોન્ફરન્સમાં વિગતવાર જણાવતા કહ્યું કે, મહિલાએ દબાણમાં આવીને કોઈ અધિકારીના નામ જાહેર કર્યા નથી. મહિલાની જાણ વિના એફીડેવિટમાં એક ફકરો ઉમેરાયો હતો. એ ત્રણેય આરોપીએ જુદી-જુદી રીતે અધિકારીઓની કચેરીમાં ગયા હતા. વચેટીયા સહીતનો પણ આ મામલે સંપર્ક કર્યો હતો. આરોપીઓ દ્વારા અધિકારીઓ પર દબાણ કરી ભય ઉભો કરી 8 કરોડ પચાવવાની ડીલ કરાવા માંગતા હતા. જી.કે. પ્રજાપતિ અને હરેશ જાદેવે ગાંધીનગરના બે પત્રકારનો સંપર્ક કર્યો હતો. આશુતોષ પંડ્યા અને કાર્તિક જાનીનો સંપર્ક કર્યો અને એફડેવિટની કોપી સ્કેન કરાવી, વીડિયો મહિલાનો બનાવી અધિકારીઓ પર દબાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. 

આ મામલે જીકે પ્રજાપતિ, હરેશ જાદવ, મહેન્દ્ર પરમાર, આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની આ બધાને ડીટેઈન કરાયા છે. આ મામલે ગાધીનગર સેક્ટર 7માં ફરીયાદ દાખલ કરી છે. જે સમગ્ર મામલે એસઓજી તપાસ કરી રહી છે. 8 કરોડની માંગણી બે અધિકારીઓ સાથે કરાતી. હાલ સુધીની તપાસમાં કોઈ પોલીસ અધિકારીનું નામ સામે નથી આવ્યું. એસઓજી આ મામલે તપાસ કરી રહી છે. તેમ તેમણે કહ્યું હતું. 

આ પણ વાંચો: New ST bus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા મુસાફર લક્ષી વધુ બે સુવિધાઓનો શુભારંભ થયો…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો