હેલ્થ ટિપ્સઃ દૂધ સાથે ભુલથી પણ ન ખાઓ આ વસ્તુ,પહોંચી શકે છે સ્વાસ્થ્યને નુકશાન

MIlkNamkeen or Paratha Never

હેલ્થ ટિપ્સ, 07 જાન્યુઆરીઃ મોટાભાગના લોકોને નાસ્તા સાથે કે જમતી વખતે દૂધ લેવાની ટેવ હોય છે. પરંતુ તે લોકોને જાણકારી નથી હોતી કે દૂધ દરેક નાસ્તા કે ભોજન સાથે ન લેવું જોઇએ. ડુંગળી-લસણ-ટામેટા દ્વારા બનેલી વાનગી સાથે દૂધ ન ખાવું જોઇએ. દૂધ પીવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા તો લગભગ બધાને ખબર હોય છે. આયુર્વેદમાં દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવ્યો છે. દૂધમાં રહેલા મિનરલ્સ અને વિટામીન ફાયદાકારક સાબિત થાય છે. જોકે આયુર્વેદ પ્રમાણે દૂધ સાથે અમુક વસ્તુઓનું સેવન હાનિકારક છે અને જો એ સેવન કરવામાં આવે તો ભારે નુકસાન થાય છે. 

  • દૂધ સાથે ક્યારેય મગની દાળનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય દૂધ સાથે ગાજર, શક્કરિયું, બટાટા, તેલ, દહીં, નારિયેળ તેમજ લસણ ન લેવું જોઈએ. આ વસ્તુઓ અને દૂધના સેવન વચ્ચે બે કલાકનું અંતર રાખવું જરૂરી છે. અડદ સાથે દૂધ ખાવાથી હાર્ટએટેક થવાનો ખતરો છે. 
Whatsapp Join Banner Guj
  • દૂધ સાથે ક્યારેય સંતરા અને અનાનસનું સેવન ન કરવું જોઈએ. લોકો ઘણીવાર દૂધ સાથે કેળાં ખાય છે પણ આ યોગ્ય નથી. કેળું અને દૂધ બંને કફ વધારે છે અને એની અસર પાચનક્રિયા પર થાય છે. 
  • દૂધની તાસીર ઠંડી હોય છે પણ એને ગરમ વસ્તુ સાથે પીવું ન જોઈએ. માછલી સાથે તો ક્યારેય દૂધ ન પીવું જોઈએ. આ રીતે દૂધ પીવાથી સફેદ ડાઘ, ગેસ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે. 
  • દૂધ સાથે ખાટી વસ્તુઓનું સેવન નુકસાનકાર છે. મૂળાની વાનગી ખાધા પછી દૂધ પીવું ન જોઈએ. આમ કરવાથી દૂધ ઝેરી થઈ જાય છે અને ત્વચાને લગતા રોગ થવાની સંભાવના વધે છે.
  • દૂધ સાથે લીંબુ કે મીઠાથી બનેલી કોઈ વસ્તુ જેવી કે શાકનું સેવન ન કરવું જોઈએ. જો તમે એમ કરશો તો શરીરને ફાયદો નહીં પણ નુકસાન થશે. આના કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે તેમજ સ્કીન ઇ્ન્ફેક્શન થઈ શકે છે. આમ, દૂધ સાથે લીંબુના સેવનથી દાદર, ખરજવું કે એક્ઝિમા થઈ શકે છે.

આ પણ વાંચો...

નોકરી કે લગ્નમાં આવતી અડચણોને દૂર કરવા કરો આ ઉપાય, બનશે બધા કામ સરળ