Heat wave alert: અમદાવાદ-ગાંધીનગરમાં બે દિવસ હિટવેવની આગાહી, પારો ફરી 45 ડિગ્રીએ પહોંચશે

Heat wave alert: ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. 19 અને 20 સુધી શહેરમાં હિટવેવ શરુ થશે.

અમદાવાદ, 18 મે: Heat wave alert: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ગરમીની આગાહી આપતા જણાવ્યું કે, ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. 19 અને 20 સુધી શહેરમાં હિટવેવ શરુ થશે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક (Heat wave alert) દિવસથી ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ગરમીની આગાહી આપતા જણાવ્યું કે, ગરમીનો વધુ એક રાઉન્ડ ફરીથી શરૂ થવા જઈ રહ્યો છે. 19 અને 20 સુધી શહેરમાં હિટવેવ શરુ થશે. 

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, અમદાવાદમાં આગામી બે દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના પ્રવર્તી રહી છે. જેના કારણે લોકોને બપોરના સમયે કામ વિના ઘરની બહાર ન નીકળવાની સૂચના અપાઈ છે.

ઉત્તર-પશ્ચિમના પવન શરૂ થયો હતો, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક વધ્યો હતો. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે રણ-સૂકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે, જેથી ગુજરાત-અમદાવાદ પર ગરમ પવનોનો મારો ચાલુ થયો છે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હીટવેવથી ગરમીનો પારો વધ્યો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં બે દિવસથી ગરમીમાં રાહત જોવા મળી રહી છે. ત્યારે આગામી જુન મહિનાની પહેલા વીકમાં વરસાદી માહોલ છવાશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.(સોર્સ: ન્યુજ રીચ)

આ પણ વાંચો..Do not play loudspeakers in Surat: સુરત પોલીસ કમિશનરનું જાહેરનામુ- રાત્રિના 10થી સવારના 6 વાગ્યા દરમિયાન લાઉડ સ્પીકર વગાડવું નહી

Gujarati banner 01