Gold ornaments

Heavy buying in market: કોરોના બાદ પહેલી વખત વિવિધ બજારોની રોનક પાછી ફરી, ગુરૂપુષ્ય યોગના દિવસે સોના-ચાંદી બજારમાં થઇ ભારે ખરીદી

Heavy buying in market: સોનીની દુકાનોના વેપારીઓના જણાવ્યા મુજબ આજે ભારે ખરીદી નીકળતા તેઓની દિવાળી સુધરી ગઇ

અમદાવાદ, 29 ઓક્ટોબરઃHeavy buying in market: પૂર્વ અમદાવાદમાં આજે ગુરૂવારના રોજ ગુરૂપુષ્ય યોગ નક્ષત્રના પવિત્ર દિવસે સોના-ચાંદી બજારમાં ભારે ખરીદી જોવા મળી હતી. પૂર્વની તમામ સોના-ચાંદીની દુકાનોમાં સવારથી જ ગ્રાહકોની લાંબી લાઇનો દેખાઇ હતી. બીજી તરફ આ પવિત્ર દિવસે નવું ઘર બનાવવાના ખાતમુર્હુર્ત પણ થતા જોવા મળ્યા હતા. કન્ટ્રક્શન સાઇટો પર ગ્રાહકોની પુછપરછ, મકાન-દુકાના નોંધવવા પણ ભીડ જોવા મળી હતી. આજના દિવસે ગૃહપ્રવેશ કરતા પરિવારોના ત્યાં મહેમાનોની ભીડ, જમણવાર, પુજા વિધી, શાસ્ત્રોક્ત સૂત્રોચ્ચારો થતા પણ  જોવા મળ્યા હતા.

પૂર્વમાં ગુરૂ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે સોની બજાર(Heavy buying in market)માં ખરી ચમક જોવા મળી હતી. આ દિવસે સોના-ચાંદીની ખરીદીને લાભદાયી અને શુભ માનવામાં આવતી હોવાથી લોકોએ તેમની જરૂરિયાત મુજબ સોનાની વીંટી, ગણપતિજીની,લક્ષ્મીજીની મુર્તિ, પેંન્ડલ, દોરો, ઝાંઝરી, લગડી સહિતની સોનાની અને ચાંદીની વસ્તુઓ ખરીદી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ આજે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૪૫,૫૦૦ હતો જ્યારે ૧ કિલો ચાંદીનો ભાવ ૬૫ હજાર હતો. છતાંય ભારે ખરીદી નીકળી હતી.

આ પણ વાંચોઃ Facebook new name: માર્ક જુકરબર્ગએ બદલ્યું FBનું નામ, હવેથી આ નામે ઓળખાશે ફેસબુક

સામાન્ય દિવસોમાં સોનાની દુકાનો સુમસામ ભાસતી હોય છે. આજે પૂર્વની તમામ દુકાનો ગ્રાહકોની ભીડથી ઉભરાઇ હતી. ગ્રાહકોએ દુકાનની બહાર બેસીને રાહ જોવાની ફરજ પડી હતી. સોનીની દુકાનોના વેપારીઓના જણાવ્યા મુજબ આજે ભારે ખરીદી નીકળતા તેઓની દિવાળી સુધરી ગઇ છે. કોરોનાકાળમાં આ પ્રથમ વખત એવું બન્યું છેકે સોના-ચાંદીની ભારે ખરીદી નીકળી હોય.

આજના આ શુભ દિવસે નવું ઘર બનાવવા, ગૃહ પ્રવેશ કરવા, જમીન-મકાન ખરીદવાના પણ સોદ પાર પડયા હતા. પુજા વિધી માટે બ્રાહ્મણો પણ આખો દિવસ વ્યસ્ત રહ્યા હતા. એક થી અનેક જગ્યાએ મુહુર્તો સાચવવાના હોવાથી તેઓ પણ દોડધામ કરતા જોવા મળ્યા હતા.દિવાળી પહેલા આજે બજારમાં રોનક જોવા મળી હતી. વિવિધ વસ્તુઓની ભારે ખરીદી નીકળતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ vadodara student dies in canada: કેનેડાના નેશનલ પાર્કના તળાવમાં ડૂબી જતા વડોદરાના વિદ્યાર્થીનું મોત

મંદિરોમાં ભીડ દેખાઇ હતી.  ઘરમાં પુજા વિધી, જમણવાર પણ ઠેકઠેકાણે થતા રહ્યા હતા. પૂર્વમાં બાપુરનગરમાં  આવેલું ભીડભંજન બજાર આજે ખરીદી માટે આવેલા લોકોની અવર-જવરથી ભરચક બન્યું હતું. લાલદરવાજા ઢાલગરવાડ, અપનાબજાર, ભદ્ર મંદિર પરિસર, રિલિફ રોડ, માણેકચોક, રાયપુર, રખિયાલ સહિતના વિવિધ બજાર વિસ્તારો પણ ગ્રાહકોની વિવિધ ખરીદીઓથી ઉભરાયા હતા.જેના કારણે ટ્રાફિકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા.

Whatsapp Join Banner Guj