Heavy rain in patan

Heavy rain in panchmahal: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાંબુઘોડામાં 4.28 ઇંચ વરસાદ વરસ્યો

Heavy rain in panchmahal: હવામાન વિભાગ દ્વારા હજી, આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આપી છે

અમદાવાદ, 07 ઓક્ટોબરઃ Heavy rain in panchmahal: નવરાત્રી છેલ્લા દિવસોથી ગુજરાતના અનેક શહેરોમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. ત્યાર બાદ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી, અને તે અનુસાર વરસાદ પણ પડ્યો છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે. પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે.

રાજ્યમાં સૌથી વધુ જાંબુઘોડામાં 4.28 ઈંચ, મોરવામાં 3.32 ઈંચ અને ગોધરામાં 2.3 ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. જ્યારે કે, અરવલ્લીના મોડાસા પંથકમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. સાકરિયા, ગોર-ટીમ્બા સહિતના વિસ્તારોમાં વરસાદથી મગફળીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ છે. તો મહીસાગરમાં વરસાદને કારણે ખેતીમાં પાણી ભરાયા છે.   

આ પણ વાંચોઃ PM Launching of various developments at Mehsana: PM મોદી મહેસાણા ખાતે કરશે રૂ.2890 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી છે. વહેલી સવારથી જિલ્લામાં ઠેર ઠેર વરસાદી ઝાપટા નોંધાયા છે. પંચમહાલ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ઘોઘંબા, ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા પંથકમાં મેઘરાજાનું ભારે ઝાપટા સાથે આગમન થયું છે. એક તરફ વરસાદી માહોલને લઈ વાતાવરણમાં પ્રસરી ઠંડક છે, તો બીજી તરફ ખેડૂતોને ટેન્શન ચઢ્યું છે. જિલ્લામાં સવારે 8 થી બપોરે 2 કલાક સુધીના કલાક દરમિયાન વરસાદી આંકડા પર નજર કરીએ તો. 

  • કાલોલ – 1.16 ઇંચ
  • ગોધરા – 2.3 ઇંચ
  • ઘોઘંબા – 1.88 ઇંચ
  • જાંબુઘોડા- 4.28 ઇંચ
  • મોરવા – 3.32 ઇંચ
  • શહેરા – 2.36 ઇંચ
  • હાલોલ – 2 ઇંચ

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા હજી, આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આપી છે. જેમાં ભરુચ, જાંબુઘોડા, છોટાઉદેયપુર, અમદાવાદ, સૌરાષ્ટ્ર, વડોદરા, ઉત્તરગુજરાત, પંચમહાલ સામેલ છે.

આ પણ વાંચોઃ Gyanvapi case update: જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગના કાર્બન ડેટિંગ પર આદેશ ટળ્યો, વાંચો શું કહ્યુ હિન્દુ પક્ષના વકીલે?

Gujarati banner 01