Holi 2021: ગુજરાતમાં કેસ વધવાના કારણે, DGP આશિષ ભાટીયાએ કહ્યું- આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય, વાંચો વધુમાં શું કહ્યું…

Holi 2021

વડોદરા, 19 માર્ચઃ કોરોના ગુજરાતમાં ફરીથી વકર્યો છે. કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં આગામી મહિને આવનારી લગ્ન સીઝન અને તહેવારોની ઉજવણી પર બ્રેક લાગી શકે છે. હાલ ગુજરાતમાં આંશિક લોકડાઉન જેવી સ્થિતિ છે. તે વચ્ચે ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ હોળીને લઈને મોટી વાત કરી છે. તેમણે કહ્યું કે, આ વર્ષે કોરોનાને કારણે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો હોળી (Holi 2021) ની ઉજવણી કરવા માટે ભેગા નહિ થઈ શકે.  

ADVT Dental Titanium

રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા આજે વડોદરાની મુલાકાતે છે. ત્યારે તેમણે પત્રકાર પરિષદમાં કહ્યુ કે, કોરોનાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લઈ રહ્યા છે. નાગરિકો રિલેક્સ થતાં ફરીથી કોરોના કેસ વધ્યા છે. દરરોજ 25 લાખ રૂપિયાના માસ્કના દંડ માટેના કેસ પોલીસ કરી રહી છે. તો આ સાથે જ આ વર્ષે ધૂળેટીની ઉજવણી નહિ કરી શકાય. લોકો ઉજવણી કરવા ભેગા નહિ થઈ શકે. આ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…..

73 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર લેબર કાયદા(labour act) હેઠળ દેશભરમાં લાગુ કર્યા ઓવરટાઇમના નિયમો, 1લી એપ્રિલથી કાયદો લાગુ થશે- વાંચો સંપૂર્ણ માહિતી