pradipsinh jadeja

રાજ્યમાં રાત્રી કરફયૂ વિશે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી સ્પષ્ટતા

pradipsinh jadeja

ગાંધીનગર, 28 જાન્યુઆરીઃ કોરોનાના કેસ વધતા ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં રાત્રી કરફયૂ જાહેર કરવામાં આવ્યું હતું. હવે રાત્રી કર્ફ્યુને લઇને પડતી તકલીફને લઇને પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ છેકે રાત્રી કરફ્યુ અંગે સીએમની અધ્યક્ષતામાં મળનારી કમિટી બેઠકમાં નિર્ણય લેવાશે. જે બાદ રાત્રિ કરફયૂને લઇને કોઇ ચોક્કસ નિર્ણય લેવાશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે હાલમાં કોરોનાના કેસો પણ ઘટી રહ્યા છે અને રાત્રે 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રિ કરફયૂ લાગુ કરાયેલો છે. જેથી હવે સીએમની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં રાત્રિ કરફયૂ અંગે શું નિર્ણય લેવાય છે તેના પર સૌ કોઇની નજર મંડાયેલી છે. શું રાત્રિ કરફયૂનો સમય ઘટાડાશે કે રાત્રિ કરફયૂ જ ઉઠાવી લેવાશે તેના વાતને લઇને હાલમાં લોકચર્ચા ચાલી રહી છે.

આ પણ વાંચો…

ગુજરાત કોવિડ 19 અપડેટઃ રાજ્યમાં નવા 353 કેસો નોંધાયા, 1 દર્દીનું મૃત્યુ થયું- સતત કેસોમાં ઘટાડો નોંધાયો