Amit owaishi manish

આજે ગૃહમંત્રી(Home minister) અમિત શાહ સહિત મનીષ સિસોદિયા સહિત ઔવેસી અમદાવાદની મુલાકાતે, શાહ પ્રદેશ નેતાઓ સાથે યોજી શકે છે બેઠક

ઔવેસી હાલમાં ગુજરાતમાં છે તે સમયે જ ગૃહમંત્રી(Home minister) અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે

Amit owaishi manish

ગાંધીનગર, 07 ફેબ્રુઆરીઃ ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે, બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી(Home minister) અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. બીજી તરફ ઔવેસી હાલમાં ગુજરાતમાં છે, તો આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ પોતાની પાર્ટી સાથે બેઠક કરવા ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, તે સમયે જ અમિત શાહ પણ ગુજરાત આવી રહ્યા છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી  વચ્ચે ગૃહમંત્રી(Home minister) અમિત શાહની અમદાવાદની મુલાકાતને ઘણી સૂચક માનવામાં આવી રહી છે. સોમવારે લોકસભાના કામો માટે વહીવટી તંત્ર સાથે અમિત શાહ બેઠક કરશે..અમિત શાહ મોડી સાંજે અમદાવાદ આવીને પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી શકે છે..મહત્વનું છેકે આજથી ભાજપની જિલ્લા તાલુકા પંચાયત માટે ઉમેદવારની પસંદગી માટે પાર્લામેન્ટ્રી બોર્ડ ની બેઠક શરૂ થશે.

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે,સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઓલ ઇન્ડિયા મજલિશ-એ ઇતેહાદુલ મુસ્લિમીન પાર્ટીના નેતા અસુદ્દિન ઓવૈસીએ ભરૂચ અને સુરતની મુલાકાત લીધી હતી. ભરૂચ મુલાકાત અગાઉ સુરત એરપોર્ટ પર મીડિયા સાથે ઓવૈસીએ વાર્તાલાપ કર્યો હતો. તો સુરત એરપોર્ટ પર પણ કાર્યકર્તાઓ દ્વારા ઔવેસીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ઔવેસીના આગમનના ઉત્સાહમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા પણ ઉડ્યા હતા.

આજથી ચાર દિવસ મુખ્યમંત્રી નિવાસસ્થાને સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ મળશે. તાલુકા-જિલ્લા પંચાયત, નગરપાલિકાઓના ઉમેદવારો અંગે મંથન થશે.231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયત અને 81 નગરપાલિકાના ઉમેદવારો અંગે ચર્ચા થશે..12 ફેબ્રુઆરી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

આ પણ વાંચો…

આજે પોષ મહિનાની ષટ્તિલા એકાદશી(Ekadashi): આ પ્રકારે કરો તલનો ઉપયોગ, તમારી બીમારી દૂર થશે!