Immediate treatment by 108 at Ambaji 1

Immediate treatment by 108 at Ambaji: અંબાજી મેળામા લગભગ 500 જેટલા માઈ ભક્તો ને 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી

Immediate treatment by 108 at Ambaji: 11 એમ્બ્યુલન્સ ભક્તોની સેવા માટે 5મી સપ્ટેમ્બર થી 10મી સપ્ટેમ્બર માટે કાર્યરત કરવામાં આવી

અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા

અંબાજી, 11 સપ્ટેમ્બરઃ Immediate treatment by 108 at Ambaji: ગુજરાત સરકાર દ્વારા ચાલતી 108 એમ્બ્યુલન્સ ની નિઃશુલ્ક સેવા દરેક સમયે લોકો માટે વરદાન રૂપ સાબિત થઈ રહી છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે અંબાજી મેળોમોકૂફ રહેલ. તેથી આ વખતે અંબાજી મેળાનું આયોજન માં માઈભક્તો વિશેષ ઉત્સાહથી જોડાયા હતા અને અંદાજીત 25 લાખ જેટલા ભક્તોએ માઁ અંબા ના દર્શન કર્યા હતા.

માઁ અંબાના દર્શનાર્થે આવતા માઈ ભક્તો ના આરોગ્ય ને ધ્યાન મા રાખી ને આ વખતે GVK EMRI 108 દ્વારા અંબાજી અને તેની આજુબાજુ માં વિવિધ જગ્યાએ દૂર દૂર થી આવતા માઈ ભક્તોને આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટેનુ ખાસ આયોજન કરવામાં આવ્યુ હતુ અને 11 એમ્બ્યુલન્સ ભક્તોની સેવા માટે 5મી સપ્ટેમ્બર થી 10મી સપ્ટેમ્બર માટે કાર્યરત કરવામાં આવી હતી.


આ 6 દિવસમાં 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા 497 લોકોને તાત્કાલિક ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી હતી, તેમાં મોટે ભાગે અબ્ડોમીનલ પેઈન, રોડ અકસ્માત, ફોલડાઉન, ચકકર આવવાના, શ્વાસની તકલીફના તેમજ ઝેરી જીવજંતુના કરડવાના કેસ વધારે પ્રમાણમાં હતા. આ તમામ ઇમરજન્સીમા 108 એમ્બ્યુલન્સના તાલીમબધ્ધ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) અને પાઈલોટ (એમ્બ્યુલન્સ દ્રાઈવર) દ્વારા તાત્કાલીક જીવનરક્ષક સારવાર આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Amit shah visit somnath: કેન્દ્રીય ગૃહમંત્રી સોમનાથ મહાદેવના દર્શને, અહીં હનુમાનજીની ૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ તથા હાટની દુકાનોનું ઉદ્ઘાટન કર્યુ

બનાસકાંઠા અને પાટણ જિલ્લાનાના પ્રોગ્રામ મેનેજર કમલેશ પઢિયાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતુ કે અંબાજીનો મેળો કોરોના પછી પ્રથમ વાર યોજવામાં આવ્યો હતો અને તે માટે વહીવટ તંત્ર અને વિવિધ વિભાગ દ્વારા ખુબજ ઉમદા આયોજન કરવામાં આવ્યું હતું. મેળા દરમિયાન આવતા દર્શનાર્થીઓના આરોગ્યલક્ષી તકલીફને પહોંચી વળવા માટે જી.વી.કે ઈ. એમ.આર. આઈ (GVK EMRI) દ્વાર અદ્યતન મેડિકલ સાધનો સાથે 11 (અગિયાર) 108 એમ્બ્યુલન્સ અને 51 જેટલા તાલીમબદ્ધ ઇમરજન્સી મેડિકલ ટેક્નિશિયન (EMT) અને પાઈલોટ (એમ્બ્યુલન્સ દ્રાઈવર)ને ફરજ સોંપવામાં આવી હતી.

કોઈ સ્ટાફને તકલીફ ના પડે તે માટે સુપરવાઈઝરને સૂચના આપવામાં આવી હતી. 108ના કર્મચારીઓનો ઉત્સાહ મળી રહે તે માટે સુપરવાઈઝર નીતિન પટેલ અંબાજી ખાતે 24/7 હાજર રહ્યા હતા તથા મેળા દરમિયાન કોઈ એમ્બ્યુલન્સ બ્રેક ડાઉન થાય તો તેને તરત જ રીપેર કરી કાર્યરત કરવા માટે ફ્લીટ પાઇલોટ કિરણ પરમાર પણ ત્યાં હાજર રહ્યા હતા. તેમને વધુમાં જણાવ્યું હતું કે રોડ અકસ્માતના તેમજ એબ્ડોમીનલ પેઈન/ચક્કર આવવાના હોયકેસ મા વધારો જોવા મળ્યો છે. આ 6 દિવસ નો કાર્યક્ર્મ શાંતિથી પૂર્ણ થતાં 108 ના અધિકારીઓ દ્વારા તથા એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા જગત જનની માઁ અંબા ના શિખરે ધજા ચઢાવવામાં આવી હતી અને મેળાની પુર્ણાહુતી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Heavy rain with lightning in Gujarat: ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો- વાંચો વિગત

Gujarati banner 01