Heavy rain forecast in gujarat

Heavy rain with lightning in Gujarat: ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો- વાંચો વિગત

Heavy rain with lightning in Gujarat: હવામાન વિભાગ દ્વારા હજી 3 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી

અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ Heavy rain with lightning in Gujarat: અસહ્ય ઉકળાટ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ફરી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમા ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે. કડાકા ભડાકા સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વીજળી પડી હોવાની માહિતી મળી છે.

રાજકોટ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ થતાં લોકોમાં ખુશી છવાઈ તો બીજી તરફ, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકાભડાકા સાથે પૂર્વ, પશ્ચિમ અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો છે. ચારેબાજુ કાળાડિબાંગા વાદળો છવાતા અંધારપટ છવાયું છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અમદાવાદીઓ ગેલમાં આવી ગયા છે. હજુ પણ 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. 

આ પણ વાંચોઃ Jadeja ruled out of t20 world cup 2022: આ ખેલાડીની ગેરહાજરીથી ટી20 વિશ્વકપમાં ભારતને પડશે મોટી ખોટ, વાંચો વિગત

મહત્વનું છે કે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો.

ઉલ્લેખનીય છે કે, કચ્છના ગાંધીધામ, અંજાર સહિતના વિસ્તારોમાં આજે એકાએક હવામાન પલટાયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદથી ગાંધીધામ, અંજારના માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા છે. વરસાદ છતા બફારો અને ઉકળાટ યથાવત છે. 

આ પણ વાંચોઃ Arvind Kejriwal Gujarat visit: ફરી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો કાર્યક્રમ

Gujarati banner 01