Vidhan sabha

Important announcements by Harsh Sanghvi: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવેલી મહત્વપૂર્ણ જાહેરાતો

Important announcements by Harsh Sanghvi: મહીલા સલામતિ અંગે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે.

Important announcements by Harsh Sanghvi
  1. Important announcements by Harsh Sanghvi: ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં મહીલા સુરક્ષાના વિષયમાં ગંભીરતા પૂર્વક કામગીરી કરીને મહિલા વિરુધ્ધના ગુનાઓને નિયંત્રિત કરવામાં ખૂબ સફળતા મેળવી છે, આશરે ૨૯ કેસોમાં ખુબ ઓછા સમયમાં આજીવન કેદ અને ફાંસીની સજા આપવામાં આવી છે.
  2. ડ્રગ્ઝ સામેનું અભિયાન આજથી જંગ તરીકે લડાશે. ડ્રગ્ઝની દરીયાઇ સરહદો પરની દુશ્મન દેશ સાથેની લડાઇ હવે ગલી ગલી સુધી પહોંચશે. સીઆઇડી ક્રાઇમમાં રાજયમાં પ્રથમ વાર પોલીસ અધીક્ષક કક્ષાના અધિકારી સેલના વડપણ હેઠળ એનડીપીએસ સેલની રચના થશે.
  3. રાજ્યના કોઇ પણ ખૂણે કોઇ પણ ઘટના બને તો શહેરી વિસ્તારમાં ૧૦ મીનીટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦ મીનીટના રીસ્પોન્સ ટાઇમ હાંસલ કરવા ગૃહ રાજ્ય મંત્રીએ યોજના જાહેર કરી છે, આ માટે ૧૧૦૦ નવા વાહનો અને નવા પોલીસ સ્ટાફની ફાળવણી આખા રાજ્યને ડાયલ ૧૧૨માં સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
  4. શોધ યોજનાના માધ્યમથી રાજ્યના તમામ પોલીસ સબ ઇન્સપેકટર કક્ષાના પોલીસ સ્ટેશનોને પોલીસ ઇન્સ્પેકટર કક્ષામાં ત્રણ તબક્કામાં અપગ્રેડ કરાશે, પોલીસ સ્ટેશન દીઠ આઇ.ટી. એક્ષ્પર્ટની જગ્યા ઉભી કરાશે.
  5. ગ્રામ સુરક્ષા કવચ યોજના અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટને હેડ કોન્સ્ટેબલ / એએસઆઇ કક્ષાથી પોલીસ સબ ઇન્સપેકટર કક્ષામાં અપગ્રેડ તેમજ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક મોટર સાયકલની ફાળવણી કરવામાં આવશે.
  6. ત્રિશુળ યોજના અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં સાયબર ક્રાઇમને પહોંચી વળવા માટે અતિ આધુનિક રાજ્ય સ્તરીય સાયબર યુનીટ બનાવવામાં આવશે.
  7. સુગમ યોજના હેઠળ રાજ્યના મહાનગરોમાં મોબીલીટી અને સલામતી માળખાને મજબુત બનાવવા ૧,૦૦૦ ટ્રાફીક પોલીસની નવી જગ્યાઓ અને આધુનિક તકનીકી સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  8. કોમી તોફાનો અને હિંસાત્મક બનાવો તરફની ઝીરો ટૉલરન્સ નીતિના ભાગરૂપે એસઆરપીએફ જુથ-૨, અમદાવાદની કંપનીને સ્પેશ્યલ એકશન ફોર્સ તરીકે વિકસાવવામાં આવશે.
  9. મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૬ રાજ્યોમાંથી ૩૩માં સ્થાને: મંત્રી હર્ષ સંઘવી
  10. મંત્રીએ નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો દ્વારા વર્ષ-૨૦૨૨ માટે જાહેર કરાયેલા આંકડાને ટાંકીને કહ્યુ કે, ૩૬ રાજ્યોમાંથી ગુજરાતનુ સ્થાન હિંસાત્મક ગુનામાં ૩૧માં સ્થાને, મહિલાઓ સામેના ગુનાઓમાં ૩૩માં ક્રમે ( ગુજરાતની પાછળ જે રાજ્યનો ક્રમ આવે છે તેની વસતિ રાજ્યના એક મહાનગર જેટલી છે ), બાળકો સામેના ગુનાઓમાં ૨૭માં ક્રમે, શરીર સબંધિત ગુનામાં ૩૦માં ક્રમે, મિલકત વિરુધ્ધના ગુનાઓમાં ૨૮માં ક્રમે, આર્થિક ગુનાઓમાં ૩૩માં ક્રમે ગુજરાત છે. એટલે કે ગુજરાતમાં ક્રાઇમ રેટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ ઓછો છે.

ગાંધીનગર, 21 ફેબ્રુઆરી: Important announcements by Harsh Sanghvi મંત્રીએ કહ્યુ કે, મહિલાઓ વિરૂધ્ધના ક્રાઈમ રેટમાં ગુજરાતનું સ્થાન ૩૩માં સ્થાને છે. મહિલા વિરૂધ્ધના ગુનાઓ નિયંત્રણમાં રહેવાના ચોક્કસ કારણોમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક ઇનિશિયેટીવ છે. જેમાં અલાયદો મોનીટરીંગ સેલ, ડાયરેકટર ઓફ પ્રોસીક્યુશનમાં વિશેષ જગ્યા, સ્પેશીયલ પી.પી., સ્પેશીયલ કોર્ટ/ફાસ્ટેક કોર્ટ, ૨૪*૭ ‘‘અભયમ’’ મહિલા હેલ્‍પ લાઇન ‘૧૮૧’, SHE TEAM, Women Help Desk (WHD), ITTSO પોર્ટલ, સીનીયર સીટીજન સેલ તેમજ ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન/બાળ કોર્નરનો સમાવેશ થાય છે.

PM Modi Surat Program: રેલવે વિભાગના ₹1100 કરોડથી વધુના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ અને ખાતમુહુર્ત

મીસીંગ ચાઇલ્ડ કામગીરી અંગે મંત્રીએ કહ્યુ કે, સમગ્ર ભારતમાં બાળકો વિરૂધ્ધના ગુનામાં ગુજરાતનો ક્રમાંક ૨૭મો છે. વર્ષ-૨૦૨૩ માં કૂલ-૭૫૧ બાળકો શોધવામાં આવ્યા છે. રાજ્યમાં વર્ષ-૨૦૦૭થી તા.૩૧મી ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં ૫૯,૦૪૮ ગુમ/અપહરણ પૈકી કુલ ૫૬,૫૮૫ બાળકો શોધી કાઢવામાં આવ્યા છે. જેથી બાળકો શોધવાની ટકાવારી ૯૫.૮૩ ટકા છે.

મંત્રી હર્ષ સંઘવીએ નાસતા ફરતા આરોપીઓ અંગે ગુજરાત પોલીસે કરેલી બેનમૂન કામગીરી અંગે કહ્યુ કે, વર્ષ-૨૦૨૩માં આશરે ૨૭૮૯ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. તેમાંથી ૨૦ વર્ષ કરતા વધુ સમયથી નાસતા ફરતા ૭૮ આરોપીઓ, ૧૫ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા ૮૭ આરોપીઓ, ૧૦ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા ૧૫૯ આરોપીઓ અને પાંચ વર્ષ કરતા કરતા વધુ સમયથી નાસતા ફરતા ૨૮૬ આરોપીઓનો સમાવેશ થાય છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *