rickshaw

Important news for ahmedabad rickshaw pullers: અમદાવાદના રિક્ષાચાલકો માટે મહત્વના સમાચાર, હવે આ કાર્ય માટે લેવી પડશે મંજૂરી…

Important news for ahmedabad rickshaw pullers: મંજૂરી લીધા વિગર રિક્ષા પર રાજકીય પક્ષોના બેનરો લગાવીને ફરતા રિક્ષાચાલકો સામે થશે કાર્યવાહી…

અમદાવાદ, 26 નવેમ્બર: Important news for ahmedabad rickshaw pullers: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. રાજકીય પક્ષો પ્રચાર માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. હજારો મતદારો સુધી પહોંચવા માટે ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા રિક્ષાઓ પર જાહેરાતો લગાવવામાં આવી છે. તો મોટા મોટા પોસ્ટરો પણ લગાવવામાં આવ્યા છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે હવે અમદાવાદ કલેક્ટર દ્વારા મંજૂરી લીધા વિગર રિક્ષા પર રાજકીય પક્ષોના બેનરો લગાવીને ફરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

અમદાવાદમાં એક લાખ જેટલી રિક્ષાઓ ફરે છે જેમાં ઘણી રિક્ષાઓ પર રાજકીય પક્ષોની જાહેરાત જોવા મળી રહી છે, ત્યારે હવે મંજૂરી વગર રાજકીય પક્ષોના બેનરો લગાવી ફરતા રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. આ માટે અમદાવાદ કલેક્ટરે RTOને પત્ર લખીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

ઘણા રિક્ષાચાલકોએ રાજકીય પક્ષનું બેનર લગાવવાની મંજૂરી લીધી ન હોવાનું કલેક્ટરને ધ્યાને આવતા તેમણે RTOને પત્ર લખ્યો છે. જેમાં તેઓએ મંજૂરી લીધા વિના બેનરો લગાનારા રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવી સૂચના આપી છે. એટલું જ નહીં રિક્ષાચાલક એસોસિએશને પણ રિક્ષાચાલકોને મંજૂરી લેવા તાકીદ કરી છે.

આ પણ વાંચો: Jagdish thakor targets BJP: જગદીશ ઠાકોરના આકરા પ્રહાર, કહ્યું- ભાજપનું સંકલ્પ પત્ર માત્ર…

Gujarati banner 01