Imran khan pak edited

પાકિસ્તાનના વડાપ્રધાન (Imran Khan Covid 19 Positive) આવ્યા કોરોના પોઝિટિવ, તાજેતરમાં જ લીધી હતી ચીનની રસી, બચાવમાં પાક સરકારે કહ્યું- પીએમએ રસી પૂરી લીધી ન હતી…!

Imran Khan Covid 19 Positive

ઇસ્લામાબાદ, 20 માર્ચઃ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન કોરોના વાયરસથી(Imran Khan Covid 19 Positive) સંક્રમિત થયા છે.  પ્રધાનમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે. મહત્વનું છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને 18 માર્ચે ચીનની કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ પણ લીધો હતો. ઇમરાન ખાન હાલ પોતાના ઘર પર છે અને ડોક્ટર તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.

ADVT Dental Titanium

પાકિસ્તાનમાં કોરોના વાયરસના વધતા કેસથી ડરેલા પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગુરૂવારે કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. 67 વર્ષીય ખાને દેશમાં જારી રસીકરણ અભિયાન વચ્ચે વેક્સિનનો ડોઝ લીધો છે. આ પહેલા તેમણે દેશના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ લૉકડાઉનની જાહેરાત કરી હતી. ચીન પાસેથી ફ્રી મળેલી વેક્સિનના ડોઝથી ઇમરાન સરકાર પોતાનો રસીકરણ કાર્યક્રમ ચલાવી શકતી નથી. હકીકતમાં ચીન પાસે અત્યાર સુધી ત્રણ ભાગમાં મળેલી વેક્સિનના મોટાભાગના ડોઝ સરકાર, સેના, બિઝનેસમેન અને રાજકીય પાર્ટીમાં બેસેલા લોકોને આપવામાં આવ્યા છે. જેથી સામાન્ય લોકોને મર્યાદિત માત્રામાં વેક્સિન મળી શકી છે. 

પીએમ ઇમરાને પોઝિટિવ આવતા સરકારે સ્પષ્ટતા કરતા ટ્વિટમાં લખ્યું હતું કે- વડા પ્રધાન ઇમરાન ખાનને જ્યારે વાયરસ થયો ત્યારે તેની સંપૂર્ણ રસી આપવામાં આવી ન હતી. તેને ફક્ત 1 લી ડોઝ મળ્યો અને ફક્ત 2 દિવસ પહેલા જે કોઈ પણ રસી અસરકારક બને તે માટે ખૂબ જ જલ્દી છે. એન્ટિ-બોડીઝ 2-ડોઝ કોવિડ રસીના 2 જી ડોઝ પછી 2-3 અઠવાડિયા પછી વિકસે છે. # વેક્સીન્સ વર્ક

Whatsapp Join Banner Guj

ઉલ્લેખનીય છે કે, આ કારણ છે કે પાકિસ્તાનમાં હાલ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. ઇમરાન સરકારની બેદરકારીને કારણે ત્યાના લોકોમાં પણ કોરોના વાયરસના સંક્રમણને લઈને જાગરૂકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. લોકો દરરોજ મોટી સંખ્યામાં મસ્જિદોમાં ભેગા થઈ રહ્યાં છે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગ અને માસ્કના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો…

PM Modi in West Bengal: વડાપ્રધાને કહ્યું કે, ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે લોકોનો ઉત્સાહ જોઇને કહ્યું- `બંગાળમાં આ વખતે ભાજપ સરકાર’