959592 pm modi

PM Modi in West Bengal: વડાપ્રધાને કહ્યું કે, ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે લોકોનો ઉત્સાહ જોઇને કહ્યું- `બંગાળમાં આ વખતે ભાજપ સરકાર’

PM Modi in West Bengal

નવી દિલ્હી, 20 માર્ચ: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષોએ તાકત લગાવી દીધી છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi in West Bengal) એ પ્રચાર અભિયાનની કમાન સંભાળી છે. પીએમ મોદી સતત ચૂંટણી રાજ્યોમાં રેલી કરી રહ્યા છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી પશ્વિમ બંગાળ (West Bengal) ના ખડગપુર પહોંચ્યા છે. ખડગપુર રેલી બાદ અસમ (Assam) ચબુઆમાં રેલી સંબોધિત કરશે. 

ખડગપુરમાં રેલી સંબોધિત કરતાં  પીએમ મોદી(PM Modi in West Bengal)એ કહ્યું કે ‘આ મારું સૌભાગ્ય છે કે આજે આટલી મોટી સંખ્યામાં તમે પણ ભાજપને આર્શિવાદ આપવા જોઇએ. તમારો આ ઉત્સાહ સ્પષ્ટ કહી રહ્યો છે, કે બંગાળમાં આ વખતે ભાજપ સરકાર. બંગાળના સારા ભવિષ્ય માટે અમારા 130 BJP કાર્યકર્તાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું જેથી બંગાળની ધરતી આબાદ રહે. 

ADVT Dental Titanium

પીએમ મોદીએ કહ્યું કે, ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે. ભારતની વિવિધતા અલગ-અલગ ભાષાઓ અને બોલીઓની તાકાત અહી જોવા મળે છે. ખડગપુરના આ આટલા લાંબા રેલવે પ્લેટફોર્મ, ભારતની પહેલી IIT, આ ભૂમિનું ગૌરવ વધારે છે. બંગાળની જનતાને કહ્યું કે સેવાનો અવસર આપીને જુઓ, અમે કેવી રીતે ઓશોલ પોરિબોરતોન લાવીને બતાવીશું. તમારા જીવનની એક એક સમસ્યાને દૂર કરવા માટે અમે રાત દિવસ મહેનત કરીશું. 

પીએમ મોદીએ કહ્યું કે જો સાચા અર્થમાં કોઇ બંગાળની પાર્ટી છે તો તે ભાજપ. ભાજપના ડીએનએમાં આશુતોષ મુખર્જી અને શ્યામા પ્રસાદ મુખર્જીના આચાર, વિચાર અને વ્યવહાર અને સંસ્કાર છે. જનસંઘના જનક આ બંગાળના સપૂત છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

IndvsEngT20:આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે T20 સીરીઝની ફાઇનલ, આ બે ખેલાડીઓ નહીં રમી શકે મેચ- બહાર બેસીને જ નીહાળવો પડશે ખેલ..!