PM modi digital india speech

Inauguration of 36th National Games in Ahmedabad: પ્રધાનમંત્રી આવતીકાલે અમદાવાદમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે

અમદાવાદ, 28 સપ્ટેમ્બર: Inauguration of 36th National Games in Ahmedabad: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી નેશનલ ગેમ્સમાં ભાગ લઈ રહેલા દેશભરના ખેલાડીઓને પણ સંબોધિત કરશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને અન્ય મહાનુભાવો પણ ઉદઘાટન સમારોહમાં હાજરી આપશે.

ગુજરાત રાજ્યમાં પ્રથમવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાઈ રહ્યો છે. તેનું આયોજન 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોબર, 2022 દરમિયાન કરવામાં આવશે. દેશભરમાંથી લગભગ 15,000 ખેલાડીઓ, કોચ અને અધિકારીઓ 36 રમતની શાખાઓમાં ભાગ લેશે, જે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમતો બનાવશે.

અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં આ રમતોત્સવનું આયોજન કરવામાં આવશે. તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ગુજરાતે આંતરરાષ્ટ્રીય ધોરણોનું મજબૂત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની યાત્રા શરૂ કરી, જેણે રાજ્યને ખૂબ જ ટૂંકા ગાળામાં રમતો માટે તૈયાર કરવામાં મદદ કરી.

આ પણ વાંચો..Free ration scheme extended: મફત રાશન યોજના વધુ ત્રણ મહિના લંબાવાતા ગુજરાતના 3 કરોડ 48 લાખ લોકોને લાભ

Gujarati banner 01