Income

Income Tax Raid in Rajkot: રાજકોટમાં IT વિભાગના દરોડા, સોની વેપારીઓમાં ફફડાટ ફેલાઈ…

Income Tax Raid in Rajkot: બે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

રાજકોટ, 11 જુલાઈઃ Income Tax Raid in Rajkot: રંગીલા રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બે જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેના પગલે કરચોરી કરતા સોની વેપારીઓ તેમજ બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગની અલગ-અલગ ટીમો રાજકોટમાં ત્રાટકી છે. જાણીતા રાધિકા જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સને ત્યાં આવકવેરા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ બંનેના બંગલા અને શોરૂમ સહિત આશરે 18 જેટલા સ્થળે આઇટી વિભાગની જુદી-જુદી ટીમો દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે.

રાધિકા જ્વેલર્સના માલિક અને ઉદ્યોગપતિ પ્રભુદાસ પારેખના એટલાન્ટિસ ખાતે બી-3ના પાંચમા માળે આવેલા ફ્લેટ ઉપર તેમજ પાંચમા માળે રહેતા હિરેન પારેખને ત્યાં પણ આઈટી પહોંચ્યું હતું.

આ તપાસના અંતે મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, સાચી હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે. આ ઉપરાંત રાધિકા જ્વેલર્સના કોલકત્તા ખાતે આવેલા જ્વેલર્સમાં પણ તપાસ ચાલી રહી હોવાના સંકેત મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાધિકા જ્વેલર્સના માલિકે તાજેતરમાં જ કાલાવડ રોડ પર શો રૂમ બનાવ્યો છે.

આ પણ વાંચો… G-20 Summit: સરદાર સરોવર નર્મદા બંધ નિહાળી અભિભૂત થતા વિવિધ દેશોના ડેલીગેટ્સ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો