Virat Kohli Tests 1 edited

ind/aus: બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન જાહેર, વિરાટની ગેરહાજરીમાં આ ક્રિકેટર બન્યો કેપ્ટન

Virat Kohli Tests 1 edited

નવી દિલ્હી, 25 ડિસેમ્બરઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝમાં બીજી ટેસ્ટ મેચ આવતી કાલે એટલે કે 26 ડિસેમ્બરથી મેલબોર્નમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ બોક્સિંગ ડે ટેસ્ટ મેચના એક દિવસ પહેલા પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. આ મેચમાં નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પેટરનીટી લિવ પર હોઈ તેની જગ્યાએ અજિંક્ય રહાણે ટીમ ઇન્ડિયાનો કપ્તાન રહેશે.

ભારતે મેલબોર્ન ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનમાં ચાર ફેરફાર કર્યા છે. શુભમન ગીલ પૃથ્વી શોના સ્થાને મયંક અગ્રવાલ સાથે ઓપનિંગ કરશે. વિકેટકીપર બેસ્ટમેન તરીકે ઋષભ પંતને સ્થાન અપાયું છે. રિદ્ધિમાન સહાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરાયો છે. ભારતે યુવા બેસ્ટમેન શુભમન ગીલને ટેસ્ટમાં ડેબ્યુ કરવાની તક આપી છે. શુભમન ગીન પૃથ્વી શોની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયો છે.

whatsapp banner 1

નવાઇની વાત એ છે કે, કેએલ રાહુલ શાનદાર ફોર્મમાં હોવા છતાં મેલબોર્ન ટેસ્ટમાં તેની પસંદગી કરવામાં આવી નથી. કેએલ રાહુલ વિરાટની ગેરહાજરીમાં સૌથી મજબૂત બેસ્ટમેન છે. છતાં તેની બાદબાકી ખૂંચી શકે છે.

આ પણ વાંચો…

ભારતમાં પહેલી વાર ડ્રાઇવર વિનાની ટ્રેન શરુ થશે, જાણો ક્યાં અને ક્યારથી ?