1616774964 1426

IND VS ENG: વન-ડે સીરિઝમાં ઈંગ્લેન્ડની જીત, ભારતને 6 વિકેટથી ઈંગ્લેન્ડને હરાવ્યું..અંતિમ મેચ બનશે સિરિઝ ડિસાઇડર!

IND VS ENG

સ્પોર્ટ્સ ડેસ્ક, 27 માર્ચઃ ઈંગ્લેન્ડે(IND VS ENG) વન-ડે સીરિઝના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટથી હરાવી દીધું છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સીરિઝમાં 1-1ની બરોબરી કરી હતી. ઈન્ડિયાએ પહેલા બેટીંગ કરીને 50 ઓવરમાં 336 રન બનાવ્યાં હતાં. ઈંગ્લેન્ડે 337 રનનો લક્ષ્યાંક 43.3 ઓવરમાં જ હાસલ કરી લીધો હતો. જોની બેયરસ્ટોએ 124 રન કર્યાં હતાં. જ્યારે બેન સ્ટોક્સે 99 રનની તોફાની રમત રમી હતી.

ઈંગ્લેન્ડની વન-ડે સીરિઝના બીજા મેચમાં ટીમ ઈન્ડિયાને 6 વિકેટી હરાવી દીધું છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સીરિઝમાં 1-1ની બરોબરી કરી સીરિઝમાં વાપસી કરી છે. જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 124 રન બનાવ્યા હતા. કૃષ્ણ પ્રસિદ્ધની બોલિંગમાં વિરાટ કોહલીએ કેચ પકડીને આઉટ થયો હતો. જોસ બટલર પણ તે જ ઓવરમાં ખાતુ ખોલાવી શક્યો ન હતો અને ઝીરો રન ઉપર જ બોલ્ડ થયો હતો.

ADVT Dental Titanium

ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે છેલ્લી 5 વન-ડેમાંથી ચારમાં હાર્યું છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.

ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન કર્યા છે. ટીમ ઇન્ડિયા માટે લોકેશ રાહુલે વનડે કરિયરની પાંચમી ફિફટી ફટકારતાં 108 રન બનાવ્યા. જ્યારે ઋષભ પંતે 77 અને વિરાટ કોહલીએ 66 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 35 રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

વધતા જતા કોરોના કેસને લઇને મહારાષ્ટ્રે લીધો મહત્વનો નિર્ણયઃ આ દિવસથી મુંબઈ સહિત આખા મહારાષ્ટ્ર(Maharashtra)માં નાઈટ કર્ફ્યુ લાગુ!