Indian National Trade Union 2

Indian National Trade Union: ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાત બ્રાન્ચની વર્કિંગ કમિટી ની બેઠક

Indian National Trade Union: ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાત બ્રાન્ચની વર્કિંગ કમિટી ની એક બેઠક અંબાજી ખાતે યોજવામાં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 23 એપ્રિલ
: Indian National Trade Union: ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ ગુજરાત બ્રાન્ચ ના હોદ્દેદારો સહીત કારોબારી સભ્યો ની વર્કિંગ કમિટી ની એક બેઠક યાત્રાધામ અંબાજી ખાતે યોજવામાં આવી હતી આ બેઠક માં ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ પાલનપુર વિભાગ દ્વારા આયોજિત કરાઈ હતી જેને રાષ્ટ્રીય મજદૂર કોંગ્રેસ ગુજરાત પ્રદેશના પ્રમુખ નૈષધ દેસાઈ એ દીપ પ્રગટાવી બેઠક ની શરૂઆત કરી હતી ખાસ કરીને આ બેઠક માં એસટી નું ખાનગીકરણ ,કોંન્ટ્રાક્ટ પ્રથા ,બેરોજગારી ,મોંઘવારી સહીત ના અમલમાં આવનારા 4 નવા શ્રમ કાયદાઓ તેમજ મજદૂર વિરોધી નીતિઓ ને કામદાર વર્ગ ની ઉપેક્ષાઓ ને લઇ આજની બેઠક માં મહત્તમ ચર્ચાઓ કરવામાં આવી હતી

અંબાજી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય મજદૂર સંઘ ની પ્રાદેશિક બેઠક માં વિવિધ મંડળો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરી ને લઇ ઉપસ્થિત ડેલીકેટો નું ફુલહાર ને શાલ ઓઢાડી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય મજદૂર સંઘ ના પ્રદેશ પ્રમુખ નૈષધ દેસાઈ એ જણાવ્યું હતું કે એસટી માં કોન્ટ્રાકટ પદ્ધતિ ને લઇ કામદારો નો વિરોધ સાથે ખાનગી કરણ થતા કાયમી કર્મચારીઓ ની સંખ્યા ઘટી રહી છે જેનો અમારો સંપૂર્ણ વિરોધ છે ને અમારી પાસે આ વિરોધ કરવા માટે હિંસક આંદોલન ને હાઇકોર્ટ ને સુપ્રીમકોર્ટ માં કાયદાકીય લડાઈ સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી

Indian National Trade Union

આ પ્રસંગે એસટી કર્મચારી મંડળ પાલનપુર વિભાગ ના રણજીતસિંહ હડિયોલ ,રાજુભાઈ દેસાઈ,તેમજ વરિષ્ટ આગેવાનો અશોક પંજાબી ,દિલીપ ઠાકર,રાકેશ બ્રમ્હભટ્ટ ,નરેન્દ્રસિંહ મકવાણા,દિલીપસિંહ ગોહિલ સહીત વિવિધ સંગઠનો ના પદાધિકારીઓ ઉપસ્થિત રહી મજદૂર વિરોધી નીતિઓ સામે પડકાર ફેંકી સામુહિક લડત આપવા ઇન્ડિયન નેશનલ ટ્રેડ યુનિયન ને મજબૂત કરવા હાકલ કરી હતી

આ પણ વાંચો:Brahma Kumaris Corona Isolation Centre: આબુરોડ બ્રહ્માકુમારીઝ આઇસોલેશન કેન્દ્ર કોરોના દર્દીઓની રિકવરી રેટમા સૌથી આગળ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો