International Conference at Gujarat Cancer and Research Institute

International Conference at Gujarat Cancer and Research Institute: ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં દ્વિ-દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનુ આયોજન

International Conference at Gujarat Cancer and Research Institute: કોન્ફરન્સમાં બોન કેન્સર સર્જરીમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR)ના ઉપયોગનું નિર્દેશન કરાયું

અમદાવાદ, 29 જૂનઃ International Conference at Gujarat Cancer and Research Institute: અમદાવાદ સિવિલ મેડિસિટીની GCRI હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓન્કોસર્જરી વિષય આધારિત દ્વી- દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનુ આયોજન કરાયું હતું.

૨૪ મી અને ૨૫ મી જૂન રોજ આયોજિત ૪ થી ઓન્કો-ઓર્થોકોન-૨૦૨૩ ના આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના ૨૫૦ થી વધુ ડોકટરોએ ભાગ લીધો છે. આ શૈક્ષણિક કાર્યક્રમમાં દેશભરના કેન્સર સર્જનો, ઓર્થોપેડિક સર્જનો, મેડિકલ ઓન્કોલોજિસ્ટ્સ, રેડિયેશન ઓન્કોલોજિસ્ટ્સ જોડાયા હતા.

આ કોન્ફરન્સમાં મલેશિયાના ડો. વિવેક અજીત સિંઘ, ફિલિપાઈન્સના ડો. ઈસાગાની ગેરીન, નેપાળના ડો. જેનિથ સિંઘ અને નેપાળથી ડો. ઋષિ રામ પૌડેલ આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીઓ હતા.

લખનૌથી ભારતીય ઓર્થોપેડિક એસોસિએશનના ઉપપ્રમુખ ડૉ.અનુપ અગ્રવાલ, ભારતીય ઓર્થોપેડિક એસોસિએશનના સેક્રેટરી ડૉ.નવીન ઠક્કર, ડૉ.શ્રીનિવાસ રાવ, પ્રમુખ, ગુજરાત ઓર્થોપેડિક એસોસિએશન, ડૉ.તારક પટેલ, પ્રમુખ, અમદાવાદ ઓર્થોપેડિક એસોસિએશન અને ડૉ. જ્યોતિન્દ્ર પંડિત, સિનિયર ઓર્થોપેડિક સર્જન કોન્ફરન્સમાં સક્રિયપણે સામેલ થયા હતા.

આ કેન્સર કોન્ફરન્સમાં બાંગ્લાદેશ અને નેપાળના ડોકટરો પણ આવ્યા હતા. ડૉ. અભિજીત અશોક સાલુંકે, ડૉ. શશાંક જે. પંડ્યા અને ડૉ. વિકાસ વારિકૂએ 3d પ્રિન્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ખભાના હાડકાના કૅન્સરનું સૌથી મોટું મૉડલ બનાવ્યું છે. ડોકટરોની આ ટીમે ખભાના કેન્સરના સૌથી મોટા મોડલનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 3D પ્રિન્ટેડ મોડેલનો વિકાસ ઉપસ્થિત ડોકટરોને દર્શાવ્યો.

ડો.અભિજીત સાલુંકેએ જણાવ્યું કે અમે આ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાડકાના કેન્સરની સર્જરીમાં વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR)નો ઉપયોગ દર્શાવ્યો છે. અમે આ કોન્ફરન્સમાં હાડકાના કેન્સરની સંભાળમાં નવીનતમ અને અલ્ટ્રામોડર્ન ગેજેટ્સના ઉપયોગ વિશે ચર્ચા કરી છે.

GCRI ના ડાયરેક્ટર ડો. શશાંક પંડ્યાએ જણાવ્યું હતું કે અમે વર્ચ્યુઅલ રિયાલિટી (VR) અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ બોન કેન્સર સર્જરીમાં કરી રહ્યા છીએ જે અમારા કેન્સરના દર્દીઓ માટે શ્રેષ્ઠ પરિણામો તરફ દોરી જાય છે.

આ પણ વાંચો… National Sickle Cell Anemia Eradication Mission-2047: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ૧૭ રાજ્યોમાં “રાષ્ટ્રીય સીક્લસેલ એનિમિયા નાબૂદી મિશન-૨૦૪૭”નો પ્રારંભ કરાવશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો