fit india freedom image

Jamnagar nehru yuva kendra: જામનગર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યુ હતુ

Jamnagar nehru yuva kendra: ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનમાં અંદાજે ૧૩૦થી વધુ યુવાનોએ ભાગ લીધેલ હતો

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૪ ઓગસ્ટ:
Jamnagar nehru yuva kendra: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-જામનગર દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અને સશત્ર સીમા બળના સયુક્ત ઉપક્રમે આઝાદીના અમૃત મહોત્સવના અવસરે ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનનું આયોજન ડી.કે.વી વાણિજય કોલેજથી લઈને, સરૂ સેક્શન રોડથી, સત્યસાઇ સ્કૂલથી, સ્વામી વિવેકાનંદ સર્કલથી ડી.કે.વી વાણિજય કોલેજ સુધીનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. ફિટ ઈન્ડિયા ફ્રીડમ રનમાં અંદાજે ૧૩૦થી વધુ યુવાનોએ ભાગ લીધેલ હતો.

આ પણ વાંચો…kangana says about film release in multiplex: ફિલ્મ ‘થલાઇવી’ રિલીઝને લઇ, કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક વીડિયો શૅર કર્યો- જુઓ વીડિયો

આ પ્રસંગે દેવ આંબલિયા પૂર્વ મામલતદાર, ડો. વિમલ પરમાર સિન્ડીકેટ સભ્ય, કે.પી. શાહ લો કોલેજ, ડો.એચ.બી.ઘેલાની આચાર્ય વાણિજય કોલેજ જામનગર તેમજ NSS નોડલ અધિકારી, જામનગર ડૉ.સોનલ જોશી હાજર રહેલ હતા. આ કાર્યક્રમનું માર્ગદર્શન (Jamnagar nehru yuva kendra) નેહરુ યુવા કેન્દ્ર જામનગર જિલ્લાના યુવા અધિકારી શિખર રસ્તોગી દ્વારા કરવામાં આવેલ હતું.

તમામ રાષ્ટ્રીય યુવા સ્વયંસેવક અને યુવા મંડળના સદસ્યોએ ભારી જેહમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. કાર્યક્રમનું સંચાલન નારોતમ વઘોરા દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન ૭૫ ગામોમાં થઈ રહ્યું છે.

Whatsapp Join Banner Guj