PM Modi image 1

PM modi visit us: અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છે પીએમ મોદી, જો બાઇડેને પહેલીવાર મળશે, આ મુદ્દે થશે વાત-ચીત

PM modi visit us: પીએમ મોદીના આ વિદેશ પ્રવાસને લઈને શિડ્યુલ તૈયાર કરવાનું હજી બાકી છે. શરૂઆતની યોજનામાં માનવામાં આવી રહ્યુ છે કે, પ્રધાનમંત્રી મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં જઈ શકે છે

નવી દિલ્હી, 04 સપ્ટેમ્બરઃ PM modi visit us: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરના અંત સુધીમાં અમેરિકા (US) ના પ્રવાસ પર જઈ શકે છે. જોકે, તેમના આ પ્રવાસને લઈને અત્યાર સુધી કોઈ પુષ્ટિ કરાઈ નથી. ન્યૂઝ એજન્સી એએનઆઈએ સૂત્રો દ્વારા જણાવ્યું કે, આ મુલાકાતને લઈને તૈયારીઓ ચાલુ છે. પીએમ મોદીના આ વિદેશ પ્રવાસને લઈને શિડ્યુલ તૈયાર કરવાનું હજી બાકી છે. શરૂઆતની યોજનામાં માનવામાં આવી રહ્યુ છે કે, પ્રધાનમંત્રી મોદી 23-24 સપ્ટેમ્બરના રોજ અમેરિકામાં જઈ શકે છે.

આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ જો બાઈડનના પદભાર સંભાળ્યા બાદ પીએમ મોદીનો આ પહેલો અમેરિકન પ્રવાસ હશે. હાલ પીએમ મોદીના આ વિદેશ પ્રવાસને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જો બધુ બરાબર ચાલ્યુ તો તેઓ 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાના પ્રવાસે હશે. આ દરમિયાન પીએમ મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે પહેલી મુલાકાત થશે.

આ પણ વાંચોઃ kangana says about film release in multiplex: ફિલ્મ ‘થલાઇવી’ રિલીઝને લઇ, કંગનાએ મલ્ટિપ્લેક્સ માલિકો માટે એક વીડિયો શૅર કર્યો- જુઓ વીડિયો

અફઘાનિસ્તાનની તેજીથી બદલાઈ રહેલી પરિસ્થિતિને જોતા પીએમ મોદીનો આ અમેરિકા પ્રવાસ બહુ જ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ જો બાઈડનની મુલાકાત ઉપરાંત પીએમ મોદી અમેરિકાના કેટલાક અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે. એક શક્યતા એવી પણ છે કે, પીએમ મોદી ચીન મુદ્દે પણ અમેરિકન રાષ્ટ્રપતિ સાથે ચર્ચા કરી શકે છે.

આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ચીન મુદ્દે વાતચીત થઈ શકે છે. તો બંને દેશ હિન્દ-પ્રશાંત પર મહત્વકાંક્ષી એજન્ડા પર કામ કરવાના પ્રયાસ કરીશું. માનવામાં આવી રહ્યુ છે કે, પીએમ મોદીની આ મુલાકાત વિશેષ બની રહેશે. 

Whatsapp Join Banner Guj