jamnagar animal

Jamnagar terror of cattle: જામનગરમાં રખડતા ઢોરનો આતંક, ઘરમાં ઘૂસીને બાળકનું ઘોડિયું ખેંચીને લઈ ગયું…

Jamnagar terror of cattle: 4 મહિનાના બાળકનો ચમત્કારિક બચાવ, ઘટના CCTVમાં કેદ

જામનગર, ૦૯ સપ્ટેમ્બર: Jamnagar terror of cattle: જામનગરમાં થોડા સમય અગાઉ એક મહિલાને રખડતા પશુએ અડફેટે લીધાની ઘટના બાદ મનપા દ્વારા તાત્કાલિક અસરથી રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરવીમાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે આ દાવો પોકળ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. બર્ધન ચોક વિસ્તારમાં એક ઘરની અંદર પરિવારજનો દિનચર્યા મુજબ કામગીરી કરી રહ્યા હતા ત્યારે જ રસ્તા પરથી દોડતું આવેલું એક વાછરડું ઘરની અંદર ઘૂસી ગયું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે.

તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક વાછરડું દોડતું આવી ઘરમાં ઘૂસી જાય છે. અને બહાર નીકળતી સમયે ઘોડિયા સાથે બહાર આવે છે. નોંધનીય છે કે ઘરમાં એક 4 મહિનાનું બાળક સુઈ રહ્યું હતું. જોકે પરિવારે સમય સૂચકતા જાળવી બાળકને ઉઠાવી લેતા મોટી જાનહાનિ થતા ટળી છે. રખડતા પશુઓનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચિત છે. છતા મનપાઓ દ્વારા રખડતા પશુઓ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વહીવટી તંત્રની આ નિરસતાનો લોકોને ભોગ બનવું પડે છે. લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતા શહેરીજનોને આ સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો નથી.

આ પણ વાંચો…Cancel Admission: આ રીતે ધો. 11 સાયન્સમાં પ્રવેશ મેળવ્યો હશે તો એડમિશન થશે રદ, DEO કચેરી દ્વારા આપવામાં આવ્યો આદેશ- વાંચો શું છે મામલો?

Jamnagar terror of cattle: રખડતા પશુઓને પગલે અનેકવાર માર્ગો પર ગંભીર અકસ્માતોની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. જેમાં ઘણા લોકો પોતોનો જીવ ગુમાવે છે તેમ છતા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. નોંધનીય છે કે, શહેરોના વિકાસના કારણે ગૌચરની જમીન ઘટી છે. આ સિવાય પકડાયેલા ઢોરને છોડાવવા મામલે માલિકો દ્વારા પણ ઉદાસિનતા જોવા મળી છે. જેના કારણે આ સમસ્યા વધુ વકરી રહી છે. છેલ્લા 7 વર્ષમાં રખડતા ઢોરની સંખ્યામાં 10 ટકાનો વધારો નોંધાયો છે.

Whatsapp Join Banner Guj