Jannayak janta party

Jananayak Janata Party: ગુજરાત વિધાનસભા ની આવનારી ચુંટણી ને લઇ જનનાયક જનતા પાર્ટી ગુજરાત શક્તિપીઠ અંબાજી થી ચૂંટણી પ્રચાર શરુ કરશે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૦૪ ઓગસ્ટ:
Jananayak Janata Party: ગુજરાત વિધાનસભા ની 2022 માં આવનારી ચુંટણી ને લઇ જનનાયક જનતા પાર્ટી ગુજરાત માં પગ પેસારો કરી રહી છે. ને આગામી 8 ઓગસ્ટે શક્તિપીઠ અંબાજી થી પોતાની ચૂંટણી ના પ્રચાર નાં ભાગ રૂપે સમ્મેલન યોજાશે.

આ પણ વાંચો…CM Yogi: ભગવાન રામને પૂર્વજ નહીં માનનારાઓના DNA પર મને શંકા જાય છેઃ યોગી આદિત્યનાથ

જેનાં પૂર્વે આજે જનનાયક જનતા પાર્ટીના (Jananayak Janata Party) પ્રદેશ અધ્યક્ષ બચ્ચન સિંહ ગુર્જર નાં અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા જીલ્લા માં પોતાનો પગદંડો જમાવવા માટે સંમેલન પુર્વે જ નવા હોદ્દેદારો ની વરણી કરી છે. જેમાં જે.જે.પી(જનનાયક જનતા પાર્ટી)બનાસકાંઠા નાં અધ્યક્ષ તરીકે પ્રદિપ ભાટીયા, જિલ્લા લઘુમતી મોરચા નાં પ્રમુખ તરીકે સમસુદ્દીન સેખ, પ્રદેશ મહામંત્રી બાબુલાલ ભાટીયા, જીલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ તરીકે કવિતાબેન પ્રજાપતી સહીત નાં અનેક હોદ્દેદારો નો સમાવેશ કરી અંબાજી ખાતે યોજાયેલી એક બેઠક માં નિમણૂંક પત્ર એનાયત કરાયાં હતા.

અને (Jananayak Janata Party) આગામી 8 ઓગસ્ટે અંબાજી ખાતે યોજાનારા સમ્મેલન માં વધુ માં વધુ લોકો જનનાયક જનતા પાર્ટી માં જોડાય તે માટે જણાવવામાં આવ્યુ હતુ.

Whatsapp Join Banner Guj