yogi

CM Yogi: ભગવાન રામને પૂર્વજ નહીં માનનારાઓના DNA પર મને શંકા જાય છેઃ યોગી આદિત્યનાથ

CM Yogi: આદિત્યનાથનુ કહેવુ છે કે, મને નથી લાગતુ કે યુપી કે દેશના બીજા કોઈ રાજ્યના વ્યક્તિને પણ જય શ્રી રામ બોલવામાં વાંધો હોય. રામ આપણા પૂર્વજ હતા અને તે વાત પર આપણને ગર્વ હોવો જોઈએ

નવી દિલ્હી, 04 ઓગષ્ટઃ CM Yogi: યુપીના સીએમ યોગી આદિત્યનાથનુ કહેવુ છે કે, મને નથી લાગતુ કે યુપી કે દેશના બીજા કોઈ રાજ્યના વ્યક્તિને પણ જય શ્રી રામ બોલવામાં વાંધો હોય. રામ આપણા પૂર્વજ હતા અને તે વાત પર આપણને ગર્વ હોવો જોઈએ. જે લોકો એવુ નથી માનતા તેમના ડીએનએ પર મને શંકા જાય છે.

આ પણ વાંચોઃ Tokyo olympics update: ભારતના સ્ટાર જૈવલિન થ્રોઅર નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન સાથે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી- વાંચો વિગત

એક કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથે(CM Yogi) કહ્યુ હતુ કે, હું સમયાંતરે તમામ ધર્મના ધર્મગુરુઓને મળતો હોઉ છું અને તેમની વાતાનો ધ્યાનથી સાંભળુ છું. આજે યુપીનો દરેક વ્યક્તિ માને છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી તોફાન થયા નથી અને જો તોફાનો થાય છે ત્યારે બંને પક્ષને નુકસાન થતુ હોય છે. એક પક્ષ સુરક્ષિત રહે તો બીજો પક્ષ પણ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચોઃ lovlina Borgohain: ભારતીય બોક્સર લવલીના બોરગોહેને યાદગાર પ્રદર્શન સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો- વાંચો વિગત

યોગી(CM Yogi)એ કહ્યુ હતુ કે, દુનિયાની સૌથી વધારે મુસ્લિમ વસતી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા પણ રામને પોતાના પૂર્વજ માન છે. ત્યાં મુસ્લિમો રામલીલા કરે છે.રામ આપણા પૂર્વજ હતા તેના પર આપણને ગૌરવ હોવુ જોઈએ. જો ઈન્ડોનેશિયા ગૌરવ કરતુ હોય તો આપણે કેમ ના કરી શકીએ. જે આવુ નથી માનતુ તેના પર અને તેના ડીએનએ પર મને શંકા જાય છે.

Whatsapp Join Banner Guj