JOB in UAE: શું તમે પણ વિદેશમાં નોકરી કરવા ઇચ્છો છો? તો વાંચો આ દેશ નોકરી સાથે આપે છે નાગરિકતા

JOB in UAE: વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા છે, જેના કારણે ખાસ રોકાણકારો, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ વધુ સમય માટે દેશમાં રહી શકે..!

jobs

નવી દિલ્હી, 02 ફેબ્રુઆરીઃ સંયુક્ત આરબ અમીરાત (UAE)માં કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. UAEએ જાહેરાત કરી હતી કે તે પ્રોફેશનલ વિદેશી નાગરિકોને તેની નાગરિકતા આપશે. કોવિડ -19 રોગચાળા વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે અહીંના (JOB in UAE) કામદારોને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ નાગરિકત્વ આપવામાં આવશે.

દુબઇના શાસક, વડા પ્રધાન અને દેશના ઉપરાષ્ટ્રપતિ, શેખ મોહમ્મદ બિન અલ મક્ખ્તુમે જાહેરાત કરી કે કલાકારો, લેખકો, ડોકટરો, ઇજનેરો અને વૈજ્ઞાનિકો તેમ જ તેમના પરિવારો નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. તેઓ UAEના નાગરિક બન્યા પછી પણ તેમની જૂની નાગરિકતા પણ જાળવી શકે છે.

જો કે, હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે નાગરિકત્વ મેળવનારા વિદેશી નાગરિકોને પણ મૂળ નાગરિકો જેવા જ અધિકાર આપવામાં આવશે કે કેમ. હજી સુધી, અહીં કામ કરતા વિદેશી લોકોને નોકરી (JOB in UAE)અથવા કામ દરમિયાન જ વર્ક વિઝા મળે છે જે રિન્યૂ થઇ જાય છે. જો કે, તાજેતરના વર્ષોમાં, વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા છે જેના કારણે ખાસ રોકાણકારો, વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ વધુ સમય માટે દેશમાં રહી શકે છે.

આ પણ વાંચો…

Gujarat CM: વિજય રુપાણીએ કર્યા બજેટના વખાણ, નાણામંત્રીનો માન્યો આભાર