Police petroling

Junagadh police petroling: જૂનાગઢ જીલ્લામાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી હેતુ પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ખાસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

Junagadh police petroling: સમગ્ર શહેરમાં રાત્રીના 10 પછી બીનજરૂરી રીતે બહાર નીકળતાં લોકો અને દુકાનો ખુલ્લી રાખતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

અહેવાલ: સાગર ઠાકર
જૂનાગઢ, ૧૫ જાન્યુઆરીઃ
Junagadh police petroling: કોરોના સંક્રમણ અટકાવવા સરકાર તરફથી રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરાયો છે ત્યારે જૂનાગઢ શહેર અને જીલ્લામાં રાત્રી કર્ફ્યુની અમલવારી હેતુ રેન્જ આઈ.જી. મનીંદર પ્રતાપસિંહ પવાર અને એસ.પી. રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા કર્ફ્યુની કડક અમલવારી હેતુ સૂચના અપાઈ હતી. જેને લઈને શહેર અને જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

રાત્રીના કર્ફ્યુને ઘણાં લોકો હળવાશથી લઈને 10 વાગ્યા પછી પણ બહાના બતાવીને બજારમાં આંટાફેરા કરતાં હોય છે ત્યારે જૂનાગઢ ડિવિઝન ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શનથી શહેરના એ ડિવિઝન પી.આઈ. એમ.એમ. વાઢેર, બી ડિવિઝન પી.આઈ. એન.આઈ. રાઠો઼ડ, સી ડિવિઝન પી.એસ.આઈ. જે.જે. ગઢવી, જે,એમ.વાજા, તાલુકા પોલીસ સ્ટેશન પી.આઈ. એ.એમ. ગોહેલ, ભવનાથ પી.એસ.આઈ. એમ.સી. ચુડાસમા સહીતના પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા સમગ્ર શહેરમાં ખાસ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર શહેરમાં રાત્રીના 10 પછી બીનજરૂરી રીતે બહાર નીકળતાં લોકો અને દુકાનો ખુલ્લી રાખતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના મજેવડી દરવાજા, ગાંધી ચોક, કાળવા ચોક, બિલખા ગેઈટ, સુખનાથ ચોક, દિવાન ચોક, મોતીબાગ સર્કલ, ઝાંસીના પૂતળા, ઝાંઝરડા ચોકડી, સાબલપુર ચોકડી, મધુરમ ગેઈટ સહીતના પોઈન્ટ પર સઘન ચેકીંગ હાથ ધરીને બીન જરૂરી કર્ફ્યુનો ભંગ કરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

Whatsapp Join Banner Guj

સરકાર દ્વારા લાગુ કરાયેલા રાત્રીના કર્ફ્યુ દરમિયાન લોકો સ્વયંભૂ રીતે પોતાની જવાબદારી સમજીને નિયમોનું પાલન કરે, માસ્ક પહેરે અને કાયદાકીય કાર્યવાહીથી બચે તેવી જૂનાગઢ પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે અને હજુ આગામી 22 જાન્યુઆરી સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે.

આ પણ વાંચો…Ambaji temple closed for visitors: યાત્રાધામ અંબાજી નું મંદિર આજ થી સાત દિવસ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે