Jungle Safari

Jungle Safari in Ahmedabad: હવે અમદાવાદમાં પણ ગીર જેવી જંગલ સફારી, AMCએ કર્યું મોટું એલાન

  • ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે
  • આ સફારી પાર્ક માટે અંદાજે રૂપિયા 200થી 250 કરોડના ખર્ચે થશે
  • જંગલ સફારી પાર્કમાં ગીરના સિંહ, દીપડા, જિરાફ, વાઘ સહિતના પ્રાણી જોવા મળશે

Jungle Safari in Ahmedabad: 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો

અમદાવાદ, 07 સપ્ટેમ્બરઃ Jungle Safari in Ahmedabad: અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. હકીકતમાં અહીં, ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે. અત્રે જણાવી કે, ગીરના જંગલની જેમ અમદાવાદમાં જંગલ સફારી બનાવવામાં આવશે. 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો છે. જેને લઈ AMCએ સફારી પાર્ક માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

અંદાજે રૂપિયા 200થી 250 કરોડના ખર્ચે થશે

પાપ્ત માહિતી મુજબ, આ સફારી પાર્ક માટે અંદાજે રૂપિયા 200થી 250 કરોડના ખર્ચે થશે. આ જંગલ સફારી પાર્કમાં ગીરના સિંહ, દીપડા, જિરાફ, વાઘ સહિતના પ્રાણી જોવા મળશે. વધુમાં સાબરમતીનો તટ હોવાથી જુદી જુદી પ્રજાતિના યાયાવર સહિતના પક્ષી પણ અહીં વસવાટ કરશે.

ખાસ વાત એ છે કે, સફારી પાર્ક જોવાના સોખીનોને કેવડિયા કે, ગીર સુધી ધક્કો નહી ખાવો પડે અને વિવિધ જંગલી પ્રાણીઓ સહિત વિદેશી પક્ષીઓ અમદાવાદના આંગણે જ જોઈ શકશે.

ત્રણ અલગ અલગ ભાગમાં બનાવવામા આવશે

કમિશનર એમ. થેન્નારસએ 500 એકરમાં બનનારી આ સફારી પાર્ક માટે ત્રણ અલગ-અલગ વિભાગ સૂચવ્યા છે. સાઈકલિંગ અને જોગિંગ ટ્રેક -જે સૌથી બહાર હશે. ત્યારબાદ મધ્યમમાં લીલોછમ બફર ઝોન બનાવવામાં આવશે. છેલ્લે એટલે કે, અંદરના ભાગે જંગલ સફારી રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કન્સલ્ટન્ટ દ્વારા જે માસ્ટર પ્લાન તૈયાર કરાશે તે સેન્ટ્રલ ઓથોરિટી ઝૂને મોકલાશે.

આ પણ વાંચો… Janmashtami 2023: જન્માષ્ટમી પર ચોક્કસથી ઘરે લાવો આ વસ્તુઓ, વાંચો વિગતે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો