Kejriwal and bhagwant mann visit to ahmedabad

Kejriwal and bhagwant mann visit to ahmedabad:પંજાબ બાદ હવે ગુજરાત પર ફોકસ, કેજરીવાલ અને ભગવંત માન પહોંચ્યા અમદાવાદ

Kejriwal and bhagwant mann visit to ahmedabad: કેજરીવાલ અને ભગવંત માન આજે સવારે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાર બાદ સાંજે 2 કિમીનો રોડ શો કરશે

અમદાવાદ, 02 એપ્રિલઃ Kejriwal and bhagwant mann visit to ahmedabad: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની સાથે અમદાવાદ પહોંચ્યા છે. પંજાબમાં મળેલા શાનદાર વિજય બાદ આમ આદમી પાર્ટી હવે અન્ય રાજ્યોમાં પણ પોતાનો રાજકીય પગદંડો જમાવવા મહેનત કરી રહી છે. 

ગુજરાતમાં આ વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યમાં અનેક કાર્યક્રમોની તૈયારી કરી છે જેથી ચૂંટણીમાં પોતાની હાજરી સાબિત કરી શકે. 

આ પણ વાંચોઃ Threatening to kill PM: NIAની મુંબઈની બ્રાંચને એક ઈ-મેઈલ દ્વારા વડાપ્રધાન મોદીને મોરી નાંખવાની મળી ધમકી- વાંચો વિગત

કેજરીવાલ અને ભગવંત માન આજે સવારે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ત્યાર બાદ સાંજે 2 કિમીનો રોડ શો કરશે. પાર્ટીએ તે રોડ શોને ‘તિરંગા યાત્રા’ એવું નામ આપ્યું છે. રવિવારે અમદાવાદના સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

કેજરીવાલે ગત વર્ષે જ એવી ઘોષણા કરી હતી કે, આપ ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. ખાસ વાત એ પણ છે કે, પાર્ટીએ ગત વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ સારૂં પ્રદર્શન કર્યું હતું. 

આ પણ વાંચોઃ 10 Std Student Committed Suicide: પેપર સારુ ન જતા ધો.10ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યુ- વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.