195cfcc1fa7a831846e2b2ffb027c6b9

આતુરતાનો અંતઃ એક્ટરના બર્થડે પર રીલિઝ થશે KGF ચેપ્ટર-2નું ટીઝર, સંજય દત્ત અને રવિના ટંડન પણ જોવા મળશે

195cfcc1fa7a831846e2b2ffb027c6b9

અમદાવાદ,05 ડિસેમ્બરઃ સાઉથની ફિલ્મ કેજીએફ ચેપ્ટર 1ની સફળતા બાદ ફેન્સ ફિલ્મ કેજીએફ ચેપ્ટર 2ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આ દર્શકો આતુરતાનો અંત આવશે. જી, હાં ફિલ્મના મુખ્ય અભિનેતા યશના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રિલીઝ થવાના સમાચાર છે. ફિલ્મના એક્ઝિક્યુટીવ નિર્માતા કાર્તિક ગૌડાએ ટવિટર પર ફેન્સને આ અંગે માહિતી આપી હતી.

ફિલ્મના એક્ઝિક્યુટિવ નિર્માતાએ જણાવ્યું હતું કે કન્નડ અને હિન્દી ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’નું ટીઝર આઠમી જાન્યુઆરીએ યશના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થશે. ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર 2’નું શૂટિંગ ઘણા મહિનાઓ બાદ ઓગસ્ટ મહિનામાં શરૂ થયું હતું. કોરોના વાયરસ લોકડાઉન પછી આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું છે.

whatsapp banner 1

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. પ્રશાંત નીલ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ સંજય દત્તની ભૂમિકાના લૂકનું અનાવરણ પણ કર્યું હતું. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો….
Ind vs Aus:બેટિંગ દરમિયાન ઇજા થતા જાડેજા સિરીઝમાંથી બહાર, આ ફાસ્ટ બોલરને મળ્યું ટીમમાં સ્થાન