5g 5e4f90c609266

jio 5G: જિયો 5Gના કોર નેટવર્ક માટે સ્પાઇરેન્ટ એનાલિટિક્સ સોલ્યૂશન પૂરા પાડશે

jio 5G: સ્પાઇરેન્ટ લેન્ડસ્લાઇડના ઉપયોગથી વાસ્તવિક વર્કલોડ અને ટ્રાફિક કન્ડિશન્સ માટે જિયોનું 5G સ્ટેન્ડઅલોન કોર નેટવર્ક વેલિડેટ કરવામાં આવશે

મુંબઈ, 1 જુલાઈ: jio 5G: ટેસ્ટ અને એનાલિટિક્સ સોલ્યૂશન્સ પૂરા પાડતાં સ્પાયરેન્ટ કમ્યુનિકેશન્સ જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ સાથે ભાગીદારી કરીને તેના ક્લાઉડ-નેટિવ 5G સ્ટેન્ડઅલોન કોર નેટવર્કને વેલિડેટ કરશે. સ્પાઇરેન્ટ લેન્ડસ્લાઇડના ઉપયોગથી વાસ્તવિક વર્કલોડ અને ટ્રાફિક કન્ડિશન્સ માટે જિયોનું 5G સ્ટેન્ડઅલોન કોર નેટવર્ક વેલિડેટ કરવામાં આવશે.

“LTE 4G અને IMS ઇન્ટરફેસને સપોર્ટ કરવા ઉપરાંત જિયોને તેના ઘરઆંગણે તૈયાર કરાયેલા 5G(jio 5G) કોર નેટવર્ક ફંક્શન્સના પર્ફોર્મન્સને વેલિડેટ કરવું જરૂરી છે,” તેમ સ્પાઇરન્ટના વાઇસ પ્રેસિડેન્ટ અને APAC રિજનના જનરલ મેનેજર પીટર ટેને કહ્યું હતું. “લેન્ડસ્લાઇડ આદર્શ ઉકેલો પૂરા પાડે છે, 5G કોરના સમગ્ર માળખાને સપોર્ટ કરે છે અને લેન્ડસ્લાઇડનું બિલ્ટ-ઇન સૂટ વિવિધ પ્રકારના ટેસ્ટ કરી આપે છે, જેનાથી ટેસ્ટ કરવાના સમયગાળામાં પણ નાટ્યાત્મક ઘટાડો થાય છે,” તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

Whatsapp Join Banner Guj

સ્પાઇરેન્ટ સાથે ગાઢ રીતે સંકળાઈને જિયોએ તેના કોર નેટવર્કની ક્ષમતાઓ ચકાસવા માટે લેન્ડસ્લાઇડનો ઉપયોગ કર્યો છે, ડિવાઇસના ડેટા થ્રોટપૂટ મેઝર કર્યા છે, અને કોલ મોડેલ્સ અને મોબિલિટીની અનેક પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું ટેક્નોલોજી ડિવિઝન જિયો પ્લેટફોર્મ્સ 5Gની ખરી ક્ષમતા લોકો સુધી પહોંચાડવા માટે 5G SA કોર નેટવર્કનું સચોટ અમલીકરણ થાય તેને મહત્વનું માને છે.

હાર્ડવેર એક્સલેરેશન ટેક્નોલોજીઓનો ઉપયોગ કરીને હેવી સિગ્નલિંગ તથા ડેટા પ્લેન વર્કલોડ્સ માટે જિયોના ક્લાઉડ-નેટિવ 5G(jio 5G) કોર નેટવર્કને લેન્ડસ્લાઇડે સફળતાપૂર્વક વેલિડેટ કર્યું છે, એ ઉપરાંત LTEને સપોર્ટ કરવાની સાથે HD વોઇસ ઓવર NR (VoNR)ને પણ સપોર્ટ કર્યો છે. તેના પરિણામે જિયોનું “સંપૂર્ણ IP નેટવર્ક” 5G અને VoNR માટે તૈયાર હોવાનું પુરવાર થયું છે – આ પરીક્ષણોને જિયો તેના 5G કોર ફંક્શન્સ માટે સીમાચિન્હ સ્વરૂપ ગણે છે. લેન્ડસ્લાઇડ 3GPP ફંક્શન્સને પણ વેલિડેટ કરે છે.

આ પણ વાંચોઃ Twitter: નેશનલ કમિશન ફોર વીમેનનો ટ્વિટરને આદેશ, કહ્યું- તાત્કાલિક પોર્નોગ્રાફિક કન્ટેન્ટ કરો દૂર- વાંચો શું છે મામલો