kyc

Know Your Candidate: શું તમે આપના મતવિસ્તારના ઉમેદવાર વિશે સંપૂર્ણ માહિતી જાણવા માંગો છો?

KYC – ‘Know Your Candidate’ એપ્લિકેશન દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવારની માહિતી મેળવી શકાશે

whatsapp banner
  • ‘Know Your Candidate’ (KYC)ની મદદથી કોઈ પણ ઉમેદવારની ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો, ક્રિમીનલ રેકોર્ડની માહિતી મેળવી શકાશે

અમદાવાદ, 01 એપ્રિલ: Know Your Candidate: ભારતીય ચુંટણી પંચ દ્વારા લોકસભા ચુંટણી-૨૦૨૪ ના અનુસંધાને મતદાતાઓ માટે ‘Know Your Candidate’ (KYC) નામની મોબાઈલ એપ્લિકેશન ગુગલ પ્લે સ્ટોર અને એપલ IOS એપ સ્ટોર પર ઉપલબ્ધ છે. KYC ની મદદથી ભારતનો કોઈ પણ મતદાર પોતાના મતવિસ્તારના ચૂંટણી ઉમેદવાર વિશે વિવિધ માહિતી સરળતાથી મેળવી શકશે. આ એપ્લીકેશનની મદદથી કોઈપણ ઉમેદવારના ઉમેદવારી૫ત્ર સંબંધિત માહિતી, સોગંદનામાની વિગતો તથા ઉમેદવારના ક્રિમીનલ રેકોર્ડની પણ માહિતી વિશે જાણી શકાશે.

આ પણ વાંચો:- ’પરખ’ ભૂલ્યા એપ્રિલફૂલની (April Fools)

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો