Banner naman

Kashi vishwanath corridor: કાશી વિશ્વનાથ કોરિડોર-યુપી વિજય કોરિડોર

Kashi vishwanath corridor: દેશનો દરેક સાંસદ પોતાના ક્ષેત્રમાં, પોતાને મળતા ભંડોળનો યોગ્ય અને ઉચિત ઉપયોગ કરે ઉપરાંત વિશેષ ધ્યાન આપે તો સમગ્ર દેશની કાયાપલટ થઇ જાય.

નવી દિલ્હી, ૧૯ ડિસેમ્બર: Kashi vishwanath corridor: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીના 339 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ કાશી વિશ્વનાથ કોરિડોર (Kashi vishwanath corridor) લોકાર્પણ કર્યું. પવિત્ર નગરી કાશી અને વિશ્વનાથ બાબાનો જ્યાં નિવાસ છે તે વારાણસીને બદલવાનું શ્રેય તો નરેન્દ્ર મોદીને જાય છે પરંતુ આ લોકાર્પણ સાથે મોદીએ એ પણ દર્શાવી દીધું છે કે તે શા માટે લોકપ્રિય છે અને તેમની બરાબરી કરી શકે તેવો કોઈ નેતા દેશમાં છે જ નહિ.

૧) મોદીએ પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીની જે રીતે કાયાપલટ કરી છે તે દેશના દરેકે દરેક સાંસદ માટે પ્રેરણાત્મક તેમજ પ્રોત્સાહક જ નહિ દરેક પ્રકારે અનુકરણીય બાબત છે. જો દેશનો દરેક સાંસદ પોતાના ક્ષેત્રમાં, પોતાને મળતા ભંડોળનો યોગ્ય અને ઉચિત ઉપયોગ કરે ઉપરાંત વિશેષ ધ્યાન આપે તો સમગ્ર દેશની કાયાપલટ થઇ જાય.

kashi vishwanath corridor inauguration

૨) ગંગાજીમાં ડુબકી – પોતાના ડ્રીમ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ કોરિડોરનુ ઉદઘાટન કરવા માટે પહોંચેલા પીએમ મોદીએ મંદિરમાં જતા પહેલા ગંગાજીમાં ડુબકી લગાવી હતી. ભાવિકો સામાન્ય રીતે બાબા વિશ્વનાથના મંદિરમાં દર્શન કરતા પહેલા ગંગાજીમાં ડુબકી મારતા હોય છે. આ જ રીતે પીએમ મોદીએ પણ ગંગા સ્નાન કરીને ડુબકી મારી હતી.

આ પણ વાંચો: Sacrilege attempt at Sikh Golden Temple: સુવર્ણ મંદિરમાં કથિત ‘બેઅદબી’ના પ્રયાસમાં શંકાસ્પદ વ્યક્તિની હત્યા- વાંચો શું છે મામલો?

આ ‘ડૂબકી’ એ અનેકોના અરમાનો ‘ડૂબાડયા’ છે. પ્રધાનમંત્રી મોદી બોલવા કરતા દર્શાવવામાં માહેર છે, તેઓ ચાલ-ઢાલ, તેમના કર્યો દ્વારા જ સંદેશ આપી હજારો શબ્દોના વેડફાટને જવાબ આપતા હોય છે. રાહુલ ગાંધી આજકલ હિંદુ અને હિંદુવાદી કે હિંદુત્વની જુદી જુદી વ્યાખ્યા કરવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે તેવા સમયે નરેન્દ્ર મોદીએ સામાન્ય ભક્તો ની જેમ જ ગંગા સ્નાન કરીને પોતે કોઈ વિશેષ વ્યક્તિ નહિ પરંતુ વિશ્વનાથના ધામમાં તો પોતે પણ સામાન્ય વ્યક્તિ જ છે તે નિર્દેશ આપ્યો. સાથે જ તેમણે હિંદુ પૂજા પદ્ધતિનું સંપૂર્ણ પાલન કરી ધર્મ પ્રત્યે તેમની શ્રદ્ધા કેટલી દિવ્ય છે તે સુધ્ધાં વ્યક્ત કર્યું છે.

૩) કાલભૈરવ મંદિરમાં દર્શન હોય, ગંગાજીનુ જળ લઈને બાબા વિશ્વનાથ પર અભિષેક હોય, ઘાટ પાર આરતી હોય દરેક પ્રકારે તેમણે પોતાને હિંદુ પ્રગટ અને પ્રકટ કરવામાં કોઈ કસર નથી છોડી. આ આપણા દેશના પહેલા વડાપ્રધાન છે જે આટલી સ્પષ્ટ રીતે હિંદુ ઓળખ ગર્વ સાથે વ્યક્ત કરે છે. સ્વાભાવિક દર્શતા તેમની પ્રાભાવીક મૂડી છે. તેઓ જાળીદાર ટોપી કે ઈફ્તાર પાર્ટીઓના દેખાડા કરી ફક્ત મતબેંક ઉભી કરવા કરતા હિંદુ રહી મુસ્લિમો માટે પણ સાર્થક અને સાહજિક પ્રયત્ન કરવામાં માને છે અને તેઓ એ જ રીતે કરે પણ છે.

૪) કોરિડોરના નિર્માણ સાથે જોડાયેલા કારીગરો પર ફૂલ વર્ષાવી અને તેમની સાથે જ ભોજન કરી કૃતજ્ઞતા સાથે કર્મયોગીની સાબિતી આપી છે. કારીગરો વચ્ચે મુકેલી ખુરશી ખસેડી તેમની સાથે જ બેસી ફોટોસેશન કરીને પણ ‘પ્રધાનસેવક’ છે એ ફક્ત કહેવા ખાતર નહિ કહેતા પણ સમય આવે સ્વયં પાલન પણ કરે છે તે દર્શાવ્યું છે. ટૂંકમાં કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ સાથે આવનારા વર્ષમાં યોજાનાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો કોરિડોર પણ નિર્માણ કર્યું હોય એમ લાગે છે.

Whatsapp Join Banner Guj