mann ki baat ambaji

Mann ki baat: આજની મન કી બાત કાર્યક્રમમા આદિવાસી લોકમેળાઓને લઈ થયેલી ચર્ચા આદિવાસીઓ માટે ગૌરવ પૂર્ણ સાબિત થઇ હતી

Mann ki baat: નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત નો કાર્યક્રમ હવે અંબાજી ના આદિવાસી વિસ્તારમાં પણ આદિવાસી લોકોના મોટી સંખ્યા માં જોવા મળી રહ્યો છે

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 31 જુલાઈ:
Mann ki baat: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે 91 મી વખત દેશના વિવિધ વિકાસ ને લઈ પ્રજા સમક્ષ મન કી બાત ના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કર્યું હતું જોકે નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત નો કાર્યક્રમ હવે આદિવાસી વિસ્તારમાં પણ આદિવાસી લોકો દ્વારા મોટી સંખ્યા માં જોવા મળી રહ્યો છે

આજે 91 મી વખતની મન કી બાત અંબાજી પાસેના ચિખલા ગામે આદિવાસી પરિવારમા આદિવાસી અગ્રણીઓ મન કી બાત નો કાર્યક્રમ માણતા જોવા મળ્યા હતા આજની મન કી બાત કાર્યક્રમમા ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકમેળાઓને લઈ થયેલી ચર્ચા આદિવાસી લોકો માટે ગૌરવ પૂર્ણ સાબિત થઇ હતી

Mann ki baat

પોતાના વિસ્તાર ની સંસ્કૃતિ ની વાત દૂર દિલ્હી બેસીને પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેવાડા ના વ્યક્તિને કે તેની સંસ્કૃતિ ને ભૂલી શક્યા નથી તે બાબત નું આદિવાસી લોકો એ આજે ગૌરવ લીધો હતો અને સાથે હર ઘર તિરંગા ને લઈને પણ ખુશી વ્યક્ત કરી હતી

આ પણ વાંચો..CCTV Mandatory in Gujarat: ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય, 1,000થી વધુની અવરજવર ધરાવતા વિસ્તારોમાં CCTV ફરજિયાત

Gujarati banner 01