jagannath mandir

Rathyatra 2021: રથયાત્રામાં પ્રથમવાર સરસપુરમાં જમણવારનું આયોજન નહીં થાય, રથયાત્રા માટે મંદિરમાં સૂચક તૈયારી શરુ

Rathyatra 2021: સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી

ધર્મ ડેસ્ક, 03 જુલાઇઃRathyatra 2021: રથયાત્રા અંગે ભલે કોઇ નિર્ણય ન લેવાયો હોય પણ મંદિરમાં સૂચક તૈયારીઓ શરૃ થઇ ગઇ છે. સવારે ૭ વાગે શરૃ કર્યા બાદ બપોરે ૧૨ કલાકે રથ નિજ મંદિરે પહોંચે તેવી તંત્ર અને મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે.

અમદાવાદના જગન્નાથ, બાઇ ભલરામ અને બહેન સુભદ્રા જે રથમાં બેસીને નગરચર્યા માટે નીકળવાના છે તેનું સમારકારમ અને રંગવાનું કામ પૂર્ણ થઇ ગયું છે. મંદિરમાં મગનો પ્રસાદ આપવા માટે પણ મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. મંદિરના પ્રાંગણને રોશનીથી શણગારવાનું પણ શરૃ કરી દેવામાં આવ્યું છે. રથયાત્રામાં રથ ખેંચનારા ૧૨૦ ખલાસીઓની યાદી પણ તૈયાર થઇ ગઇ હોવાનું સામે આવ્યું છે. હાલમાં ભગવાન જગન્નાથજી સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળમાં છે. .

Whatsapp Join Banner Guj

સામાન્ય રીતે રથયાત્રા વખતે રથ સરસપુર પહોંચે ત્યારે મામેરું અર્પણ કરાયા છે તેમજ ભવ્ય જમણવાર થતો હોય છે. જોકે, આ વખતે રથયાત્રા વખતે સરસપુરમાં ત્રણેય રથ માત્ર ૧૦ મિનિટ જ રોકાશે. આ ઉપરાંત જમણવાર પણ નહીં યોજવામાં આવે. રથયાત્રા યોજાઇ હોય અને સરસપુરમાં જમણવારનું આયોજન કરાયું ના હોય તેવું સંભવતઃ પ્રથમવાર બનશે.

રથયાત્રા વખતે દર્શનાર્થીઓને મગ-જાંબુનો પ્રસાદ અપાશે. અલબત્ત, ભીડ એકત્ર થઇ શકે તેવી આશંકાને પગલે મંદિરમાં ભગવાનને ધરાવાતો પારંપરિક ખીચડાનો પ્રસાદ આ વખતે ભક્તોને આપવો કે કેમ તેને લઇને હજુ વિચારણા કરાઇ રહી છે. રથયાત્રાના આયોજન અંગે આગામી ૫ જુલાઇની આસપાસ સત્તાવાર જાહેરાત થઇ શકે છે. 

આ પણ વાંચોઃ covid vaccine for pregnant women: હવે સગર્ભા મહિલાઓ પણ કોરોનાની રસી લગાવી શકશે, આરોગ્ય મંત્રાલયે આપી મંજૂરી