Kids mask

Mask mandatory in Ahmedabad from today: વધતા કોરોનાના કહેર વચ્ચે હવે અમદાવાદીઓએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે, નહીં તો AMC ફટકારે દંડ- વાંચો વિગત

Mask mandatory in Ahmedabad from today: હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે

અમદાવાદ, 13 જૂનઃ Mask mandatory in Ahmedabad from today: કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરનારા સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે, જેથી ફરી એકવાર હવે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જે પણ વ્યક્તિ માસ્ક નહીં પહેર્યું હોય સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન આજથી કરવામાં આવશે. જેના માટે અલગ અલગ ટીમો દ્વારા જાહેર સ્થળો પર ચેકિંગ કરવામાં આવશે. લોકોને અપીલ છે કે, તેઓ માસ્ક પહેરે અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.

આ પણ વાંચોઃ Accused arrested in Sidhu Moose Wala murder case: પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા શૂટરની ગુજરાતથી પોલીસે ધરપકડ કરી

હાલમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતામંદિર એસટી સ્ટેશન પર કોરોનાનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. જરૂર પડે આગામી દિવસોમાં પણ અલગ-અલગ સ્થળોએ ટેસ્ટિંગ ડોમ ઉભા કરવામાં આવશે.રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધ્યા છે. ધીરેધીરે કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાય છે. શહેરમાં વધતા જતાં કોરોના કેસના પગલે કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવાની કવાયત મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે સોમવારથી શરૂ કરવામાં આવશે.

અમદાવાદ શહેરના જાહેર સ્થળો, ભીડભાડવાળી જગ્યાઓ, મોલ, મલ્ટીપ્લેક્સ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સહિતની જગ્યાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અને કોરોનાની ગાઇડ લાઇનનું ચેકિંગ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Prophet controversy in Kuwait: નુપુર શર્માના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરનારાઓને છોડવુ પડશે કુવૈત- આ છે કારણ ?

Gujarati banner 01