Singer sidhu moose wala death

Accused arrested in Sidhu Moose Wala murder case: પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા શૂટરની ગુજરાતથી પોલીસે ધરપકડ કરી

Accused arrested in Sidhu Moose Wala murder case: પૂણે ગ્રામ્ય પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની રવિવાર મોડી રાત્રે ગુજરાતમાંથી ધરપકડ કરીને રાત્રે જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા અને 20 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

નવી દિલ્હી, 13જૂનઃ પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલા બિશ્નોઇ ગેંગના શૂટર સંતોષ જાદવની ગુજરાતથી મહારાષ્ટ્રની પૂણે પોલીસે ધરપકડ કરી હોવાને પગલે ગુજરાત પોલીસને જાણ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કચ્છ જિલ્લામાંથી પૂણે પોલીસ ધરપકડ કરી હોવાની વાત સામે આવી છે. પૂણે ગ્રામ્ય પોલીસે લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા સંતોષ જાધવ અને નવનાથ સૂર્યવંશીની રવિવાર મોડી રાત્રે ગુજરાતમાંથી ધરપકડ કરીને રાત્રે જ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા અને 20 જૂન સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

સલમાન ખાનને મળેલી ધમકીનું રહસ્ય ખુલશેસંતોષ જાધવની ધરપકડ બાદ હવે સલમાન ખાનને મળેલી ધમકીના રહસ્ય પર પડદો ઉંચકાશે. તેની સાથે સાથે મુસેવાલાની હત્યા કેવી રીતે કરવામાં આવી અને કેટલા શાર્પ શૂટરે આ હત્યાને અંજામ આપ્યો, કોણે ટીપ આપી હતી સહિતની વાતો સ્પષ્ટ થશે.

આ પણ વાંચોઃ Prophet controversy in Kuwait: નુપુર શર્માના નિવેદનના વિરોધમાં પ્રદર્શન કરનારાઓને છોડવુ પડશે કુવૈત- આ છે કારણ ?

ઉલ્લેખનીય છે કે પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે અને ગત મોડી રાત્રે પકડાયેલા બે દોષિતો સહિત કુલ દસ લોકોની ધરપકડ કરી છે.અમને પણ મીડિયા દ્વારા જાણવા મળ્યુંઃ સૌરભસિંઘઆ મામલે કચ્છ પશ્ચિમના પોલીસવડા સૌરભ સિંઘ સાથે એક મીડિયા હાઉસ વાતચીત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે અમને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે,કચ્છમાંથી સંતોષ જાદવની ધરપકડ કરવામાં આવી છે.

જો કે અમે આ બાબતને વેરીફાઈ કરાવી રહ્યા છીએ. લોકલ એજન્સી અને પોલીસને આ સમગ્ર બાબતે તપાસ કરવા કહ્યું છે. કચ્છ પશ્ચિમ કે પૂર્વમાંથી ધરપકડ થઈ હોય અને બહારની એજન્સીએ અમને જાણ કરી હોય તેવી માહિતી અમારી સુધી આવી નથી.

આ પણ વાંચોઃ Rahul Gandhi appeared before the ED: રાહુલ ગાંધી ED સમક્ષ હાજર, ઈડી કાર્યાલયની બહાર પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા

Gujarati banner 01