Mehsana azadi rally 2017 case

Mehsana azadi rally 2017 case: વડગામના ધારસભ્ય જીજ્ઞેશ મેવાણી અને NCP નેતા રેશ્મા પટેલ સહિત 10 આરોપીને 3 મહિનાની જેલની સજા- વાંચો શું છે કેસ?

Mehsana azadi rally 2017 case: કોર્ટે 2017ના એક કેસમાં વડગામના ધારસભ્ય જીજ્ઞેશ મેવાણી અને NCP નેતા રેશ્મા પટેલને 3 મહિનાની જેલની સજા ફટકારી છે

મહેસાણા, 05 મેઃMehsana azadi rally 2017 case: હાલ જીજ્ઞેશ મેવાણી ખૂબજ ચર્ચામાં છે, આસામ પોલીસે કરેલી ધરપકડ બાદ પોતાના વિવાદીત નિવેદોનોના કારણે તો ચર્ચામાં રહે છે. હવે આજે 2017ના એક કેસમાં આજે ચુકાદો આવ્યો છે. અહેવાલ અનુસાર કોર્ટે 2017ના એક કેસમાં વડગામના ધારસભ્ય જીજ્ઞેશ મેવાણી અને NCP નેતા રેશ્મા પટેલને 3 મહિનાની જેલની સજા ફટકારી છે.

2017માં મહેસાણામાં આઝાદી કૂચની રેલી કાઢવા બાબતે આજે મહેસાણા કોર્ટે ચુકાદો આપ્યો છે જેમાં આ બંને આરોપી સિવાય અન્ય 10 એટલે કે, કુલ 12 આરોપીઓને કોર્ટે 3 મહિનાનો જેલવાસનો આદેશ કર્યો છે. 

સરકાર દ્વારા મહેસાણા એ ડિવિઝનમાં દાખલ કરેલી ફરિયાદમાં મહેસાણા કોર્ટે મેવાણી સાથે એનસીપી નેતા રેશમા પટેલ સહિત તમામ 12 આરોપીને સજા ફટકારી છે અને 1000 રૂપિયાનો દંડ ભરવા પણ આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ Big decision to take the loudspeaker: મુંબઈની 26 મસ્જિદોના ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, કહ્યું- લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન

આ પણ વાંચોઃ Tomato prices rise: લીંબુ બાદ હવે ટામેટાના ભાવ પહોંચ્યા આસમાને- વાંચો ભાવ વધવાના કારણ

Gujarati banner 01