Big decision to take the loudspeaker: મુંબઈની 26 મસ્જિદોના ધર્મગુરુઓએ લીધો મોટો નિર્ણય, કહ્યું- લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન

Big decision to take the loudspeaker: દક્ષિણ મુંબઈની 26 મસ્જિદોના ધાર્મિક નેતાઓએ નિર્ણય લીધો છે કે સવારે લાઉડસ્પીકર દ્વારા મસ્જિદોમાં અઝાન આપવામાં આવશે નહીં

મુંબઇ, 05 મેઃ Big decision to take the loudspeaker: લાઉડસ્પીકર વગર થશે સવારની અઝાન- લાઉડસ્પીકર અઝાનને લઈને શભરમાં વિવાદ થયો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં આ મામલાએ જોર પકડ્યું છે. એક તરફ જ્યાં આ વિવાદને લઈને રાજકારણ પણ ચરમસીમા પર છે તો બીજી તરફ મહારાષ્ટ્રમાં મુસ્લિમ ધર્મગુરુઓએ લાઉડસ્પીકર પર અઝાનને લઈને મોટો નિર્ણય લીધો છે.

દક્ષિણ મુંબઈની 26 મસ્જિદોના ધાર્મિક નેતાઓએ નિર્ણય લીધો છે કે સવારે લાઉડસ્પીકર દ્વારા મસ્જિદોમાં અઝાન આપવામાં આવશે નહીં. જણાવી દઈએ કે મુંબઈના મોહમ્મદ અલી રોડ, મદનપુરા, નાગપાડા, મુસ્લિમ બહુલ વિસ્તારો સહિત 26 મસ્જિદોના ધાર્મિક નેતાઓએ સુન્ની મોટી મસ્જિદમાં મળેલી બેઠક બાદ સર્વસંમતિથી આ મોટો નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ Tomato prices rise: લીંબુ બાદ હવે ટામેટાના ભાવ પહોંચ્યા આસમાને- વાંચો ભાવ વધવાના કારણ

આ પણ વાંચોઃ Accused sentenced to death in Grishma murder case: ગ્રીષ્મા હત્યા કેસમાં મહત્વનો ચુકાદો, આખરે આરોપી ફેનિલને ફાંસીની સજા

Gujarati banner 01