hevay rain

Meteorological Department Forecast: કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી- વાંચો વિગત

Meteorological Department Forecast: હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 મેથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ ઓછો રહેશે

નવી દિલ્હી, 01 મેઃ Meteorological Department Forecast: હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પૂર્વી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ગરમી અને કાળઝાળ ગરમીથી અહીંના લોકોને થોડી રાહત મળશે.

આ રાજ્યોને ગરમીમાંથી મળશે રાહત

હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 મેથી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ ગરમીનો પ્રકોપ ઓછો રહેશે. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં ભારતમાં ખૂબ જ ગરમી પડી રહી છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં આ એપ્રિલમાં 122 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો. અહીં સરેરાશ મહત્તમ તાપમાન 35.9 ડિગ્રી સેલ્સિયસ અને 37.78 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

આંદોમાન સાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે

IMDએ કહ્યું કે 4 મેની આસપાસ દક્ષિણ આંદોમાન સાગર અને તેની આજુબાજુના વિસ્તારોમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનવાની સંભાવના છે. તેને કારણે 6 મેની આસપાસ તે વિસ્તારમાં હવાનું હળવું દબાણ સર્જાશે.

આ પણ વાંચોઃ Decision to transfer teachers: શિક્ષકોનાં હિતમાં પ્રાથમિક શિક્ષકોની બદલીના નિયમો બાબતે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીનો ઐતિહાસિક નિર્ણય- વાંચો વિગત

આ પણ વાંચોઃ State government increased DA: રાજ્યના કર્મચારી અને પેન્શનર્સ માટે સારા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો- વાંચો વિગત

Gujarati banner 01