Zee 24 editor award dixit soni

ZEE 24 Kalak won 5 awards in ENBA 2021: ZEE 24 કલાકે રાષ્ટ્રીય એવોર્ડ ENBA 2021માં કુલ 5 એવોર્ડ પોતાના નામે કર્યા, ચેનલના એડિટરે જીતનો શ્રેય પોતાની ટીમને આપ્યો

ZEE 24 Kalak won 5 awards in ENBA 2021: ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ દેશકી આવાઝ સાથે વાત ચીતમાં જણાવ્યું કે, ટીમ વર્ક બહુ મહત્વનું છે, હું માનું છું કે મારી ટીમ વગર હું કઇ જ નથી

અમદાવાદ, 02 મેઃZEE 24 Kalak won 5 awards in ENBA 2021: ગુજરાતવાસીઓ સમાચાર માટે એવી ચેનલ જોવી પસંદ કરે છે જે લોકલ એટલે કે પોતાના ગામ, શહેર, જિલ્લા કે સમગ્ર રાજ્યની માહિતી આપે. તેવી જ ગુજરાતની ન્યુઝ ચેનલ છે ZEE 24 કલાક. જનતાની સમસ્યા હોય કે પછી સરકારના કાન સુધી કોઇ વાત પહોંચાડવાની હોય, ZEE 24 કલાકે હંમેશાં લોકો માટે કામ કર્યું છે. તેનું જ પરિણામ છે કે, ZEE 24 કલાક ન્યૂઝ ચેનલ નંબર વન પર છે.

તાજેતરમાં જ ZEE 24 કલાક રાષ્ટ્રીય એવોર્ડ ENBA 2021માં ZEE 24 કલાકે કુલ 5 એવોર્ડ પોતાના નામે કર્યા છે. ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીએ દેશકી આવાઝ સાથે વાત ચીતમાં જણાવ્યું કે, સતત ત્રણ વર્ષથી ચેનલ સતત એવોર્ડ જીતી રહી છે. તેનો શ્રેય મારી ટીમને આપીશ, કારણ કે તેમની ખૂબ જ મહેનત રહી છે. કોઇ એક વ્યક્તિ ગમે તેટલી સારુ કામ કેમ ન કરે પરંતુ જ્યાં સુધી ટીમના દરેક સભ્ય તે કાર્યમાં ન જોડાય ત્યાં સુધી સારુ પરિણામ મળતુ નથી. આજે જે અમને પરિણામ મળ્યું છે તેનો પહેલો શ્રેય મારી ZEE 24કલાકની ટીમને જાય છે. ટીમ વર્ક ખૂબ જ મહત્વનું છે, હું માનું છું મારી ટીમ વગર હું કઇ જ નથી.

ZEE 24 Kalak won 5 awards in ENBA 2021

દરેક ગુજરાતીઓનાં હૃદયમાં સ્થાન ધરાવતા PM નરેન્દ્ર મોદીના બાલ્યકાળ અને સામાન્ય ચા વાળા નરેન્દ્રથી માંડીને PM નરેન્દ્ર મોદી બનવા સુધીના તેમના જીવન સંઘર્ષને આવરી લેતી સિરિઝ પ્રધાનમંત્રીની કહાની, ગુજરાતની જુબાનીને પણ ENBA દ્વારા ઇન ડેપ્થ સીરિઝ (વેસ્ટર્ન) ના એવોર્ડથી સન્માનવામાં આવી હતી.

લોકોની સમસ્યા હોય ત્યારે સૌથી પ્રથમ હરોળમાં ઊભી રહેતી આપણી ચેનલ હંમેશાં જનતાની વાત સાંભળે છે. સમસ્યા જ્યારે વિકરાળ બને ત્યારે સરકારનું ધ્યાન દોરવા અને લોકોના પ્રશ્નોને વાચા આપવા શરૂ કરવામાં આવેલી ડિબેટ ‘દંગલ’ને પણ બેસ્ટ પ્રાઇમ ટાઇમ શો (વેસ્ટર્ન રિઝન)નો એવોર્ડ મળ્યો છે. દંગલમાં ન માત્ર વિપક્ષ, પરંતુ સત્તા પક્ષ અને તટસ્થ વ્યક્તિ પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે આ ખરેખર પ્રશ્ન છે કે પછી રાજકીય મુદ્દો છે. તેની સરળ સમજુતી દર્શકોને મળી રહે તે માટેના બેસ્ટ પ્રાઇમ ટાઇમ શો ‘દંગલ’ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે.

વાત વાતાવરણની હોય કે રાજકારણની કે પછી સમાજકારણની, ગુજરાતીઓને દરરોજ સવારે અને સાંજે 7 વાગ્યે અપ ટૂ ડેટ રાખે છે સમાચાર ગુજરાત કાર્યક્રમ. સવારે પ્રસારિત થતા ‘સમાચાર ગુજરાત’ને પણ ENBA દ્વારા બેસ્ટ બ્રેકફાસ્ટ શો (વેસ્ટર્ન રિઝન)નો પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો છે.

ZEE 24 Kalak won 5 awards in ENBA 2021

આ ઉપરાંત ગુજરાતનાં તમામે તમામ 33 જિલ્લાના મહત્વના સમાચારને આવરી લેતા ’33 જિલ્લા 99 ખબર’ કાર્યક્રમને બેસ્ટ અર્લી પ્રાઇમ ટાઇમ શો (વેસ્ટર્ન રિઝન)નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

આ પણ વાંચોઃ Meteorological Department Forecast: કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી- વાંચો વિગત

 State government increased DA: રાજ્યના કર્મચારી અને પેન્શનર્સ માટે સારા સમાચાર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો- વાંચો વિગત

Gujarati banner 01