Rain pic 1

આ તારીખથી ગુજરાતમાં થશે ચોમાસા(monsoon)નું આગમન, હવામાન વિભાગે કરી આગાહી..!

અમદાવાદ, 23 મેઃmonsoon: હવામાન વિભાગની આગાહી પ્રમાણે કેરળમાં આગામી ૨૭ મેથી ૨ જૂન વચ્ચે જ્યારે ગુજરાતમાં ૧૫થી ૨૦ જૂનની આસપાસ નૈઋત્યના ચોમાસા(monsoon)નું આગમન થઇ શકે છે. ગત વર્ષે ગુજરાતમાં ૨૧ જૂનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. પરંતુ ગત વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસું થોડા દિવસ વહેલું શરૂ થઇ શકે છે. ગત વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન સરેરાશ ૪૪.૭૭ ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ આંદમાન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગેકૂચ કરવાનું શરૃ કરી દીધું છે. આગામી ૨૭ મે થી ૨ જૂન દરમિયાન નૈઋત્યના ચોમાસાનો કેરળમાં પ્રારંભ થઇ શકે છે.

Whatsapp Join Banner Guj

સમગ્ર દેશમાં આ વખતે ચોમાસું (monsoon)સાધારણ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. ૨૦૧૯માં ૪૬.૯૫ ઈંચ સાથે મોસમનો ૧૪૬.૧૭% જ્યારે ૨૦૨૦માં ૪૪.૭૭ ઈંચ સાથે મોસમનો ૧૩૬.૮૫% વરસાદ નોંધાયો હતો.

ADVT Dental Titanium

ગત વર્ષે ગુજરાતમાંથી કચ્છમાં ૪૫.૭૪ ઈંચ સાથે મોસમનો ૨૮૨.૦૮%, ઉત્તર ગુજરાતમાં ૩૨.૫૫ ઈંચ સાથે મોસમનો ૧૧૫.૦૬%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે મોસમનો ૯૯.૨૭%, સૌરાષ્ટ્રમાં ૪૯.૨૧ ઈંચ સાથે મોસમનો ૧૮૪.૬૩%, દક્ષિણ ગુજરાતમાં ૬૮.૧૧ ઈંચ સાથે મોસમનો ૧૧૯.૫૬% વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં તાજેતરમાં ટૌટે વાવાઝોડું આવ્યું હતું. જાણકારોના મતે ટૌટે વાવાઝોડાથી ચોમાસા(monsoon)ની ગતિવિધિમાં ફેરફાર થવાની કોઇ સંભાવના નથી.

આ પણ વાંચો….

IPL 2021ના રસીકો માટે ખાસ સમાચારઃ બાકીની મેચો આ તારીખો દરમિયાન આ દેશમાં યોજવાની તૈયારી!, વાંચો સંપૂર્ણ અહેવાલ