Morby bridge accident case

Morbi bridge accident case: મોરબી બ્રિજ અકસ્માત કેસમાં સ્થાનિક કોર્ટે લીધો આ નિર્ણય, વાંચો વિગતે…

Morbi bridge accident case: સ્થાનિક કોર્ટે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યુ

અમદાવાદ, 24 જાન્યુઆરી: Morbi bridge accident case: મોરબી બ્રિજ અકસ્માત કેસમાં સ્થાનિક કોર્ટે ઓરેવા ગ્રુપના મુખ્ય આરોપી જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. ગત વર્ષે મોરબીમાં પુલ ધરાશાયી થતા 135 લોકોના મોત થયા હતા. મોરબીની સ્થાનિક કોર્ટના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જે.ખાને મુખ્ય આરોપી ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે.

પોલીસે લગભગ એક અઠવાડિયા પહેલા કોર્ટમાં ધરપકડ વોરંટ મેળવવા અરજી કરી હતી. આ કેસમાં કંપનીના ચાર કર્મચારીઓ, બે મેનેજર અને બે ટિકિટ બુકિંગ ક્લાર્ક સહિત નવ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે અકસ્માતની તપાસ માટે વિશેષ તપાસ ટીમની રચના કરી હતી, જેણે સમારકામ, જાળવણી અને કામગીરીની તપાસ હાથ ધરી હતી. બ્રિજની ખામીની તપાસ કરવામાં આવી હતી.

તપાસમાં માહિતી મળી

તપાસમાં જાણવા મળ્યું કે બુકિંગ કાઉન્ટર પરથી ટિકિટો સતત વેચાઈ રહી હતી જ્યારે બ્રિજ પહેલેથી જ ભીડથી ભરેલો હતો. જેના કારણે પુલ ધરાશાયી થતા અકસ્માત સર્જાયો હતો. મોરબી નગરપાલિકા દ્વારા પુલના સમારકામ અને જાળવણીની જવાબદારી ઓરેવા ગ્રુપની કંપનીને સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો: Threat to kill dhirendra shastri: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી નાખવાની ધમકી, પોલીસે ગુનો નોંધ્યો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો