Banner

Mukhyamantri Yuva Swavalamban Yojana: છેલ્લા બે વર્ષમાં રાજ્યના 32,839 વિદ્યાર્થીઓને રૂ.134.03 કરોડની સહાય ચુકવાઈ

Mukhyamantri Yuva Swavalamban Yojana: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ: મંત્રી પ્રફુલ પાનશેરિયા

ગાંધીનગર, 16 ફેબ્રુઆરીઃ Mukhyamantri Yuva Swavalamban Yojana: મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઇજનેરી વિદ્યાર્થીઓને અપાતી સહાય સંદર્ભે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે રુચિ ધરાવતા રાજ્યના જરૂરિયાતમંદ યુવાનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 7મી ઓક્ટોબર 2015થી અમલી બનાવવામાં આવી છે.

આ પણ વાંચો… Ambaji Mahotsav: શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024

મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ટેકનીકલ શિક્ષણ હેઠળના ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા રાજ્યના 32,839 વિદ્યાર્થીઓને રૂ.134,03 કરોડની સહાય ચુકવવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં 24,366 વિદ્યાર્થીઓને રૂ.98.92 કરોડ અને વર્ષ ૨૦૨૩-૨૪માં 8,473 વિદ્યાર્થીઓને રૂ.35.11 કરોડની સહાય ચુકવવામાં આવી છે.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો