ambaji utsav

Ambaji Mahotsav: શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024

Ambaji Mahotsav: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યઓ ગબ્બરની તળેટી ખાતે મહા આરતીમાં સહભાગી થયા

  • પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન-આરતીમાં સહભાગી થયા હતા
  • મુખ્યમંત્રીએ આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું કરાવ્યું પ્રસ્થાન
  • ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીઓ તેમજ ધારાસભ્યઓએ ગરબા લઈને ધન્યતા અનુભવી

અંબાજી, 15 ફેબ્રુઆરી: Ambaji Mahotsav: ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે ૧૨થી ૧૬ મી ફેબ્રુઆરી દરમિયાન ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’નું ભવ્ય આયોજન કરાયું છે.

Ambaji Mahotsav

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી- પૂજન-અર્ચન કર્યા હતા


આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ગબ્બર ઉપર મા અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી – પૂજન-અર્ચન કર્યા હતા. આ સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ તથા ધારાસભ્યોઓ ઉપસ્થિત રહીને દર્શન- આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદભુત નજારો ઊભો કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્યઓ ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા. ત્યારબાદ સૌ કોઈ માતા સતિના જીવન પર આધારિત લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રીઓ તથા ધારાસભ્યઓએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો:Electoral bond: ઇલેકટોરલ બોન્ડ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષા વૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલાં ૨૧ જેટલાં બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયાં હતાં. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્ત કલાની ચીજવસ્તુઓનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.

આ અવસરે મંત્રીઓ ઋષિકેશ પટેલ, બલવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, ડૉ. કુબેરભાઈ ડિંડોર, ભાનુબહેન બાબરીયા, હર્ષ સંઘવી, સાંસદ પરબતભાઇ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો