Municipal Review Meeting

Municipal Review Meeting: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રાજ્યની મહાનગરપાલિકાઓની સમીક્ષા બેઠક

Municipal Review Meeting: આરોગ્ય મંત્રીએ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનર સાથે આરોગ્યલક્ષી વિવિધ મુદ્દે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી

ગાંધીનગર, 30 જૂનઃ Municipal Review Meeting: રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓમા આરોગ્ય સેવાઓને લગતી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ બેઠક યોજીને રાજ્યની ૮ મહાનગરપાલિકાના કમિશનર સાથે આરોગ્યલક્ષી મહત્વના મુદ્દાઓ પર સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

આ બેઠકમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહાનગરપાલિકાઓમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, UPHCમાં જરૂરી માનવસંસાધનની પૂર્તિ કરવાનો એક્શન પ્લાન સત્વરે તૈયાર કરીને જરુરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વધુમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ, રોગચાળા નિયંત્રણ, ૧૦૮ ની સેવાઓ,કુપોષણ, બાળ મૃત્યુદર માતા મૃત્યુદરમાં ઘટાડો જેવા વિષયો પર પણ વિગતવાર ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી.

રાજ્યના શહેરી વિસ્તારમાં વાહક જન્ય રોગોનું પ્રમાણ ઘટાડવા પગલા લેવા, ટેલી કન્સલટેશનો વ્યાપ વધારવા, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગવંતુ બનાવીને ટીબીને જળમૂળમાંથી નાથવાની દિશામાં સધન પ્રયાસો હાથ ધરવા માટે મંત્રીએ આ બેઠકમાં અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં આરોગ્ય વિભાગ અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, આરોગ્ય કમિશ્નર શાહમિના હુસેન, NHMના ડાયરેક્ટર રેમ્યા મોહન, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પણ વાંચો… 13th Foundation Day of IITE: શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં IITEનો ૧૩મો સ્થાપના દિન ઉજવાયો

Gujarati banner 01
    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો